1. Home
  2. ગુજરાતી
  3. ‘વિશ્વવ સિંહ દિવસ’ – પ્રાચીન સમયથી આજદિન સુધી માનવ જગતમાં સિહંનું મહત્વ,જાણો તેનો ઈતિહાસ
‘વિશ્વવ સિંહ દિવસ’ – પ્રાચીન સમયથી આજદિન સુધી માનવ જગતમાં સિહંનું મહત્વ,જાણો તેનો ઈતિહાસ

‘વિશ્વવ સિંહ દિવસ’ – પ્રાચીન સમયથી આજદિન સુધી માનવ જગતમાં સિહંનું મહત્વ,જાણો તેનો ઈતિહાસ

0
Social Share
  • વિશ્વભરમાં વર્ષ 2013થી એ દિવસ ઉજવાય છે
  • ઉજવણીનો હેતું સિંહને બચાવવાનો
  • વર્ષ 2016 થી ગીરમાં આ દિવસની ઉજવણ શરુ કરાઈ

 

અમદાવાદઃ જો સિંહની વાત કરવામાં આવે તો ગુજરાતનું નામ લેવું ક્યારેય ચૂંકાય નહી, આજે 10 ઓગસ્ટ એટલે કે વિશ્વભરમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, સિંહને બચાવવા માટે અને લોકો સાથે જોડાવવા માટે ડેરેક અને બેવેરલી  જોબર્ટનું નામ  વિશ્વભરમાં વાઈલ્ડ લાઈફનાં ક્ષેત્રમાં જાણીતા કપલે  સૌ પ્રથમ આ દિવસ ઉજવવાની શરુઆત કરી હતી.

વર્ષ 2013 થી વિશ્વ સિંહ દિવસ ઉજવવાની થઈ શરુઆત

સૌ પ્રથમ ૧૦ ઓગસ્ટ વર્ષ ર૦૧૩ નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી. ત્યાર પછી અનેક સંસ્થાઓ આ કાર્યમાં જોડાઈ રહતી,ભારતમાં અને ગુજરાતમાં  વર્ષ ર૦૧૩ થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો હતો.વાઘની જેમ લુપ્ત થતી પ્રજાતિ સિંહોની સંખ્યામાં ઘટાડો ન થાય તેવા શુભ આશયથી અને લોકોમાં જાગૃતી આવે તે માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પ્રાચીન સમયથી જ દેશમાં સિંહોનું ખાસ મહત્વ રહ્યું છે.

ભારતમાં પ્રાચીન સમયથી જ સિંહોનું  મહત્વ રહ્યું છે, અનેક મંદિરોમાં કે પ્રાચીન સ્થળોમામં પણ સિંહની મૂર્તિઓ આપણે જોઈ શકીએ છીએ, દેશનું ઘરેણું એવા સિંહને બચાવવા અને તેના વિશે લોકોમાં જાગૃતતા માટે અલગ અલગ કાર્યક્રમો યોજાતા હોય છે.ગુજરાતનું ગીર સિંહ માટે ખાસ જાણીતું અભ્યારણ ગણાય છે.

પ્રાચીન સમયમાં સિંહોની મૂર્તિઓથી ભારતના મહેલો, મંદિરો અને મહત્વની ઈમારતો શણગારવામાં આવતી હતી. અને બૌધ્ધ સંસ્કૃતિમાં તો સિંહને ધર્મના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યો છે. હિંદુ ધર્મના લોકોએ દેવી-દેવતાઓ સાથે સિંહને સાંકળ્યો છે. સિંહોને ભારતના તમામ લોકો  દ્વારા માત્ર પ્રાણી જ નહીં પરંતુ પવિત્ર ગણવામાં આવે છે. ભારતના રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે.

ગુજરાતનું ગીર સિંહોનું જંગલ

પહેલાના વખતમાં ભારતમાં હરિયાણા, રાજસ્થાન , ઝારખંડ સહિત અનેક રાજયોમાં સિંહો જોવા મળતા  . દક્ષિણ ગુજરાત સહિતનાં એરીયામાં પણ સિંહોની હયાતિ હતી, પરંતુ ધીરે ધીરે સિંહો ગીર પુરતા સિમિત થયેલા જોઈ શકાય છે.. એક સમયે ગીરમાં માત્ર ર૦ જ સિંહો બચ્યા હતા ત્યારે નવાબે સિંહોનાં શિકાર પર પ્રતિબંધ મુકયો હતો. બાદમાં ગીરમાં ધીરે ધીરે સિંહોની સંખ્યા સતત વધતી રહી છે. આજે ગીર સિંહોનું જંગલ તરીકે ઓળખાતું થયું છે.

ઉલ્લેખનીય છે કે આજની તારીખમાં સિંહો ગુજરાતની શાન છે. હાલ સોૈરાષ્ટ્રનાં પાંચ જિલ્લામાં સિંહોનો વસવાટ છે .વર્ષ ર૦ર૦ માં કરવામાં આવેલા સંશોધન મુજબ ૬૭૪ સિંહોની વસતી જોવા મળી છે, આ માટે તેની સંખ્યાને બચાવવા અને સિંહની વસ્તી વધારવા માટે અનેક પ્રકારના અભિયાનો ચલાવવામાં આવી રહ્યો છે, લોકોમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે, ઘટતી જતી સિંહની સંખ્યા વધે તે માટે આ દિલસ માત્ર દેશમાં જ સિંહ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code