(મિતેષભાઈ સોલંકી)
- દર વર્ષે WHO દ્વારા 25-એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજ્વવામાં આવે છે.
- આ વર્ષની વિશ્વ મેલરિયા દિવસ ઉજવણીની થીમ “Reaching the Zero Malaria Target” છે.
- WHO કુલ અગિયાર કાયદેસર વૈશ્વિક જાહેર આરોગ્ય સંબંધિત અભિયાન ચલાવે છે તેમાંથી એક અભિયાન એટ્લે વિશ્વ મેલેરિયા દિવસ.
- વર્ષો પહેલા વિશ્વ મેલેરિયા દિવસને આફ્રિકન મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો.
- એનોફીલીસ માદા મચ્છરના કરડવાથી પ્લાઝમોડિયમ જીવાણુ વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે અને તેનાથી મેલેરિયા ફેલાય છે.
- ભારતમાં મેલેરિયાની સ્થિતિ
- WHOના અહેવાલ અનુસાર વિશ્વના કુલ મેલેરિયાના કેસમાં ભારતનું યોગદાન લગભગ 3% જેટલું છે.
- ભારતે વર્ષ-2027માં મેલેરિયા મુક્ત ભારત બનવાનો અને વર્ષ-2030 સુધીમાં ભારતમાંથી મેલેરિયાને નાબૂદ કરવાનો ધ્યેય નક્કી કર્યો છે.
- તાજેતરમાં કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કર્યું કે વર્ષ-2020માં ભારતના 116 જિલ્લામાં મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી.