Site icon Revoi.in

વિશ્વ મુસ્લિમ લીગના પ્રમુખ અલ-ઈસા એ  પીએમ મોદી સાથે કરી મુલાકાત

Social Share

દિલ્હીઃ-  દિલ્હીના ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ખુસરો ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અલ-ઈસાએ મંગળવારે ભારતના જ્ઞાન અને બંધારણની પ્રશંસા કરી હતી.ઉલ્લેખનીય છે કે અલ-ઈસા ભારત સરકારના સત્તાવાર આમંત્રણ પર મંગળવારે ભારતની મુલાકાતે આવ્યા હતા.

ભારતની મુલાકાતે આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડો. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીસાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સામાજિક, આર્થિક અને દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

ઈસ્લામના મધ્યમ પક્ષનો પ્રચાર કરતી સંસ્થાના વડા અલ-ઈસાએ વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ અને શાંતિ-ભાઈચારાની સ્થાપના માટે ભારત અને લીગ વચ્ચે વધુ મજબૂત સહકારની પણ હિમાયત કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન  તેમણે કહ્યું કે, ભારતીય જ્ઞાને સમગ્ર વિશ્વમાં માનવતા, શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મોટું યોગદાન આપ્યું છે. સહઅસ્તિત્વ એ તેનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ભારતીય સમાજની વિવિધતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માત્ર શબ્દો પૂરતું મર્યાદિત નથી.

વિશ્વના સૌથી મોટા મુસ્લિમ સંગઠનો પૈકીના એક વર્લ્ડ મુસ્લિમ લીગના વડા મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાએ કહ્યું કે ભારત શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનું ઝળહળતું ઉદાહરણ છે. વિશ્વએ ભારત પાસેથી શાંતિ વિશે શીખવું જોઈએ.

મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાએ કહ્યું કે ભારત હિંદુ બહુમતી રાષ્ટ્ર છે. છતાં તેનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. દુનિયામાં નકારાત્મક વિચારો ફેલાવવામાં આવી રહ્યા છે. આપણે સામાન્ય મૂલ્યોને મજબૂત કરવા માટે કામ કરવું જોઈએ.