WORLD NO TOBACCO DAY: જાણો આજે જ આ દિવસને કેમ ઉજવવામાં આવે છે?
તમાકુ અને બીડી-સિગારેટના વ્યસની લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે, લાખો લોકો વ્યસનના કારણે પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે ત્યારે લોકોને આ પ્રકારની ગંભીર આદતથી બચાવવા માટે વર્ષમાં એક દિવસ એટલે કે 31 મે ના રોજ દર વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસને ઉજવવામાં આવે છે.
આ દિવસને ઉજવવા પાછળ પણ અનેક કારણો છે. જો વાત કરવામાં આવે તેના વિશે તો તમાકુના ઉપયોગથી થતા રોગો અને મૃત્યુના વધતા આંકડાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ 1987માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત કરી હતી. આ દિવસ પહેલીવાર 7 એપ્રિલ 1988ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ પછી, 31 મે 1988 ના રોજ WHO 42.19 ઠરાવ પસાર થયા પછી, આ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવવામાં આવ્યો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, તમાકુના સેવનથી થતા રોગોથી દર વર્ષે લગભગ 8 મિલિયન લોકો મૃત્યુ પામે છે. તમાકુના સેવનથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ થાય છે. આ સિવાય ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. તમાકુના નુકસાન વિશે જણાવીને લોકોને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે. યુવાનોને પણ આ અંગે સમજાવવામાં આવે છે જેથી તેઓ તેને શરૂ કરી શકે.
વર્લ્ડ નો ટોબેકો ડે દર વર્ષે કોઈને કોઈ થીમ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે તેની થીમ પ્રોટેક્ટ ધ એન્વાયર્નમેન્ટ છે. ગયા વર્ષે વર્લ્ડ નો ટોબેકો ડેની થીમ કમિટ ટુ ક્વિટ હતી. દર વર્ષે આ ખાસ દિવસની ઉજવણી માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો આ ચોક્કસ થીમ પર આધારિત છે. આ દરમિયાન તમાકુના સેવનથી થતા નુકસાન અને તેની આદત છોડવા માટે તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. યુવાનો પણ આ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે. આ અંગે તેમને સમજાવવામાં પણ આવે છે.