Site icon Revoi.in

વિશ્વ પાર્કિન્સન દિવસ : જાણો આ દિવસ વિશેની જાણી-અજાણી વાતો

Social Share

પાર્કિન્સન બિમારીથી હલન ચલનમાં અક્ષમતા, બોલવામાં સમસ્યા અને હાથ કંપન જેવા લક્ષણો જણાય છે. વિશ્વની કેટલીક નામચિહ્ન વ્યક્તિઓ પણ આ રોગથયો પીડિત છે. જેમાં વિશ્વવિખ્યાત બોક્સર મહુમ્મદ અલી, વિશ્વપ્રસિદ્ધ સ્ટેન્ડઅપ કોમેડિયન બિલી કોનોલી અને સુવિખ્યાત કલાકાર રોબિન વિલિયમ્સનો સમાવેશ છે.

બિમારીની શોધ :

માનવ શરીર. કુદરતની એક અલૌકિક રચના. આ શરીર જેટલું નિરોગી રહે તેટલું જીવન સ્વસ્થ અને આનંદમય વિતે. આ શરીરમાં નાની બિમારી હોય તો આપણે તેનું નિદાન સરળતાથી કરી શકીએ છીએ પરંતુ જો ગંભીર બિમારી આવી પડે તો? વિશ્વમાં એવી પણ કેટલીક બિમારીઓ છે જેનું નિદાન હાલ પણ વિજ્ઞાન શોધી રહ્યું છે. તેવી જ એક બિમારી છે પાર્કિન્સન. આજે 11 એપ્રિલે વિશ્વભરમાં વિશ્વ પાર્કિન્સન દિવસ ઉજવવામાં આવે છે. પાર્કિન્સન બિમારીની શોધ એક અંગ્રેજ ડોકટર અને વૈજ્ઞાનિક જેમ્સ પાર્કિંસને કરી હતી. ન્યૂરોડીજેનેરેટીવ વિકાર મનાતી આ બિમારી મગજમાં બનતા ડોપામાઈન કેમીકલ પર અસર કરે છે. જે કેમીકલ કોઇપણ સંદેશને મગજ સુધી પહોંચાડવામાં મદદરૂપ બને છે. આ જ કેમીકલમાં સેલ્સની થતી ઉણપને કારણે આ બિમારી ઉદ્ભવે છે. વૃધ્ધાવસ્થાનો આ રોગ હવે યુવાઓમાં પણ જોવા મળી રહ્યો છે જેને યંગ ઓનસેટ પાર્કિન્સન રોગ કહેવાય છે.

ફ્રાંસના ન્યૂરોલોજીસ્ટ જીન માર્ટિન ચારકોટે ડો. પાર્કિંસન દ્વારા શોધિત આ રોગ પર વધારે સંશોધન કર્યું. વર્ષ 1870માં માર્ટિન ચારકોટે ડો.પાર્કિંસનના સન્માનમાં આ રોગને પાર્કિંસન નામ આપ્યું અને સમગ્ર વિશ્વમાં આ રોગ પાર્કિન્સન નામે પ્રચલિત બન્યો. માનવામાં આવે છે કે, સૌથી પ્રથમ પાર્કિન્સન ડે વર્ષ 1997માં મનાવવામાં આવ્યો હતો. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ આ રોગથી પીડાતા લોકોમાં સંવેદના, સક્ષમતા અને જાગૃકતા લાવવાનો છે.

નિદાન :

રોગનિષ્ણાંતો દ્વારા જણાવ્યા અનુસાર આ રોગનું અત્યાર સુધીમાં સચોટ નિદાન મળી શક્યું નથી. પરંતુ તેમ છતાં નિયમિત વ્યાયામ અને યોગ દ્વારા આ બિમારીનું સંતુલન કરી શકાય છે. સાથે જ પૌષ્ટિક અને શુદ્ધ સાત્ત્વિક આહાર લેવાથી ડીજેનેરેશનને નિયંત્રીત કરીને ઇમ્યુનીટી સિસ્ટમમાં વધારો કરીને આ રોગને નિયંત્રીત કરી શકાય છે.