એક સમયમાં જ્યારે કબુતરની ચાચમાં કે પક્ષીઓ થકી એક પ્રેદશથી બીજા પ્રદેશમાં કાગળ મોકલવામાં આવતો, ત્યાર પછી પોસ્ટલ વિભાગ અને ત્યાર પછી કુરીયર વિભાગની શરુઆત, હવે તો આજના સમયમાં આપણે ઈમેલ અને વહોટ્એપનો ઉપયોગ કરીને તમામ લેખ, વાત, સંદેશ બીજાને મોકલતા થયા છે, પરંતુ તમે ટપાલ યુગની કલ્પના કરી છે , કે જ્યારે કોઈ ઈન્ટરનેટ જેવી સુવિધા જ નહોતી ત્યારે સમગ્ર વિશ્વમાં ટપાલ થકી પોતાની વાતો ,લાગણીઓ કે કાર્યોના વાતની આપલે કરવામાં આવતી હતી, ટપાલ શબ્દ સાંભળતા જ આજની પેઢીને તો નવાઈ લાગે, ત્યારે આજે 9 ઓક્ટોબર એટલે કે વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સંદેશાની આપલેનું મૂળ તો ટપાલ કહેવાય.
“કેટલી રહા જોવી પડતી હશે એ ટપાલના યુગમાં ! આજે એક મેસેજનો રિપ્લાય તરત ન આવતા દરેક સંબધો ન વિચારવાનું વિચારવા લાગી જાય છે.” ટપાલના જમાનાની યાદ તાજી કરતા આવા કેટલાય મેસેજ આપણે વોટ્સએપમાં ચોક્ક્સ વાંચ્યા હશે. ટપાલ, ટપાલ-ટિકિટ, પરબિડિયું, ટપાલપેટી અને પોસ્ટ ઓફિસ વર્ષોથી આપણે ત્યાં વાર્તા, નવલકથા, કવિતા, સાહિત્ય, ફિલ્મ અને ગીતોમાં જોવા મળ્યા છે.
૯ ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે. ટપાલ વર્ષોથી સંદેશા-વ્યવહારનું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજીસ્ટર્ડ ટપાલ, પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધા પુરી પાડવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરુઆત બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ઈ.સ. ૧૭૬૪ માં મુંબઇથી થઇ અને ઈ.સ. ૧૮૫૪માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરુ થયો હતો
વિશ્વ ટપાલની શરુઆત થઈ બસ ત્યારથી દુનિયાભરના અનેક દેશો ટપાલ સેવાના મહત્ત્વને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે. આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના કરવામાં આવેલા સંગ્રહોનું એક શાનદાર પ્રદર્શન યોજવામાં આવે છે
આ સાથે જ આજના આધુનિક યુગના યુવાઓને માહિતગાર કરવાના હેતુથી ટપાલસેવાના ઈતિહાસ પર વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે.આ સાથે યુપીયુ દ્વારા યુવાનો માટે આંતરરાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાનું આયોજન કરે છે.
સાહીન-