આજે વિશ્વ રેડિયો દિવસ ઊજવવામાં આવી રહી છે. 13 ફેબ્રુઆરી 1946ના રોજ અમેરિકામાં પહેલી વાર રેડિયો ટ્રાંસમિશનથી સંદેશ મોકલવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. માનવતાની તમામ વિવિધતાઓની ઊજવણી કરવા માટે રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે અને લોકતાંત્રિક વિમર્શ માટે મંચનું નિર્માણ કરે છે. વર્ષ 1895માં માર્કોનીએ પહેલી વાર ઈટાલીમાં રેડિયો સિગ્નલ મોકલ્યો હતો, તે સમયે જ ઈતિહાસ અંકિત થઈ ગયો હતો. તે પછી નિરંતર પ્રગતિ થઈ રહી છે.
એક સમય એવો હતો જ્યારે રેડિયો પર બોલવામાં આવતું કે, ‘આ આકાશવાણી છે,’ ત્યારે તમામ લોકો રેડિયો સાંભળવા માટે એકદમ શાંત થઈ જતા અને ધ્યાનથી રેડિયો સાંભળતા હતા. પહેલા લગ્નમાં પણ રેડિયો ભેટ તરીકે આપવામાં આવતો હતો. જેના ઘરમાં રેડિયો હોય તેને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવતા હતા. રેડિયો હંમેશા લોકોનો એક મિત્ર રહ્યો છે. રેડિયોના અવાજમાં એક એવી દુનિયા છે, જેમાં કહાનીઓ છે, ગીત-સંગીત છે, નાટક અને રૂપક છે.
13મી ફેબ્રુઆરીએ દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે. એક સમય હતો જ્યારે આપણાં જીવનમાં રેડિયાનું ઘણું મહત્વ હતું. માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયાનું મહત્વ આજે પણ ઓછું નથી થયું.
દુનિયાભરમાં માહિતાના આદાન-પ્રદાન અને લોકોને શિક્ષિત કરવામાં રેડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેનો ઉપયોગ યુવાનો તે વિષયોની ચર્ચામાં સામેલ કરવામાં આવ્યો જે તેને પ્રભાવિત કરે છે. તેનાથી પ્રાકૃતિક અને માનવ નિર્મિત આપદાઓ દરમિયાન લોકોના જીવ બચાવવામાં મદદ મળી. રેડિયો પત્રકારો માટે એક પ્લેટફોર્મ હતું જેના માધ્યમથી તેઓ પોતાનો રિપોર્ટ દુનિયા સુધી પહોંચાડતા હતા.
હાલના સમયમાં પણ રેડિયો સૌથી શક્તિશાળી પરંતુ સસ્તું માધ્યમ છે. જોકે રેડિયો સદીઓ જુનું માધ્યમ થઈ ગયું પરંતુ હજુ પણ સંચાર માટે તેનો ઉપયોગ થાય છે. એ સિવાય 1945માં આ દિવસે યૂનાઈટેડ નેશન્સ રેડિયો પરથી પહેલીવાર પ્રસારણ થયું હતું. રેડિયોના આ મહત્વને જોતા દર વર્ષે રેડિયો દિવસ મનાવવામાં આવે છે. ઔપચારિત રૂપથી પહેલો રેડિયો દિવસ વર્ષ 2012માં મનાવવામાં આવ્યો.