Site icon Revoi.in

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે કાલથી મેચ શરૂ

Social Share

નવી દિલ્હી: તારીખ 18મી જૂનના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. હાલ બંને દેશોને ટીમ ઈંગ્લેન્ડમાં છે અને ફાઇનલની તૈયારીઓ કરી રહી છે દરમિયાન બંને ટીમ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીને બેસ્ટ મેનની યાદીમાં એક ક્રમનો ફાયદો થયો છે અને હવે આ સ્થાને પહોંચી ગયા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને હટાવી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ફરી ટોપ પર પહોંચી ગયા છે. બેસ્ટ મેનની યાદીમાં વિરાટ કોહલી ઉપરાંત અન્ય ત્રણ ભારતીય ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી 814 પોઈંટ સાથે ચોથા ક્રમે છે. આ ઉપરાંત વિકેટકીપર ઋષભ પંત અને રોહિત શર્મા ને 747 અંક મળ્યા છે. બંને બેટ્સમેનો યાદીમાં છઠ્ઠા ક્રમે છે.

891 અંક સાથે સ્મિત ટોપ ઉપર છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેમ વિલિયમ્સન 886 સાથે બીજા ક્રમે છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સન ઇજાગ્રસ્ત હોવાથી હાલ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માં રમી રહ્યા નથી. વિલિયમ્સન 886 અંક સાથે યાદીમાં બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન મારનસ 878 સાથે ૩જા ક્રમે છે.

આ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.

બોલરોની યાદીમાં અશ્વિન જ એકમાત્ર ભારતીય

ટેસ્ટ બોલરની બેન્કિંગમાં ભારતીય સ્પિનર આર અશ્વિન 850 સાથે બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કર્મિસ છે. બોલરની યાદીમાં આર અશ્વિન એકમાત્ર ભારતીય બોલર છે. ન્યૂઝીલેન્ડના ટીમ સઉદી, ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ, અને નીન વેગેનરનો સમાવેશ થાય છે.

* ગ્રાઉન્ડ ડ્રોનની યાદીમાં જાડેજા અને અશ્વિન નો સમાવેશ

ઓલરાઉન્ડરની યાદીમાં પ્રથમ ક્રમે વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડર, બીજા ક્રમે રવિન્દ્ર જાડેજા ત્રીજા ક્રમે ઇંગ્લેન્ડના સ્ટોક્સ અને ચોથા ક્રમે આર અશ્વિનનો સમાવેશ થાય છે.