નવી દિલ્હીઃ વિશ્વ વાઘ દિવસ 29 જુલાઇના રોજ ઉજવાય છે. ભારતમાં વાઘના રક્ષણ માટે વર્ષ 1972માં શરૂ કરાયેલા ટાઇગર પ્રોજેક્ટને 50 વર્ષ પૂર્ણ થયા છે. નોંધનીય છે કે, વર્ષ 1972 પહેલા ભારતના રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો સિંહ પાસે હતો. વિશ્વ વાઘ દિવસ દર વર્ષ 29 જુલાઇના રોજ ઉજવાય છે. દુનિયામાં ભારત ઉપરાંત ઘણા ઓછા દેશોમાં વાઘ જોવા મળે છે. વાઘ જેવા હિંસક અને દુર્લભ વન્ય પ્રાણીના રક્ષણ અને જતન માટે વિશ્વ વાઘ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ અનુસાર સમગ્ર દુનિયામાં હાલ લગભગ 3890 છે, જેમાંથી સૌથી વધુ 3167 વાઘ ભારતમાં છે. તેમના અસ્તિત્વ સામે સતત ખતરો રહે છે અને આ વન્ય જીવ લુપ્ત થવાના આરે છે. તમને જણાવી દઇયે વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. એક રીતે જોવા જઇયે તો ભારત એ જંગલના રાજા કહેવતા બંને શક્તિશાળી પ્રાણી સિંહ અને વાઘનું ઘર છે. એશિયાટીક લાયન કહેવાતા સિંહ સમગ્ર એશિયામાં એક માત્ર ભારતમાં ગુજરતના ગીરના જંગલોમાં જોવા મળે છે. તેમ છતાં વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કહેવામાં આવે છે સિંહને કેમ નહીં?
ઈતિહાસના ઘટનાક્રમ પર નજર કરીએ તો 9 જુલાઈ, 1969ના રોજ વન્યજીવ બોર્ડ સિંહને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું હતું. પરંતુ ત્યારબાદ અચાનક 18 નવેમ્બર, 1972માં વાઘને ભારતનો રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. કોઈપણ વન્ય જીવને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે ઘણા માપદંડો-નિયમો હોય છે. વર્ષ 2015માં તત્કાલિન સાંસદ પરિમલ નથવાણીએ નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફને વાઘના બદલે સિંહને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જો કે, તે મંજૂર થયો નહિં. વાન્યજીવ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, એક સમયે એશિયાટિક સિંહ ભારતની ખાસ ઓળખ ગણાતા હતાં. ખાસ કરીને સમ્રાટ અશોકના સમયમાં ઐતિહાસિક ચિન્હ તરીકે પણ દેખાયા હતાં. એક સમય હતો જ્યારે મધ્ય પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, હરિયાણા અને ગુજરાતનાં જંગલોમાં સિંહો હતો. જો કે, હાલ માત્ર ગુજરાતના ગીર જંગલમાં જ સિંહ જોવા મળે છે.