દિલ્હીઃ- ટાઇમ્સ હાયર એજ્યુકેશનએ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024 જારી કર્યુ છે. આ રેન્કિંગમાં 108 દેશો અને પ્રદેશોની 1 હજાર 904 યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિશ્વની ટોચની એક યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજા સ્થાને યુનાઇટેડ સ્ટેટ્સની હાર્વર્ડ યુનિવર્સિટી અને ત્રીજા સ્થાને યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ છે.
જાણો અહીં ભારતની યુનિવર્સિટીનું સ્થાન
ભારતની વાત કરીએ તો આ વખતે 91 ભારતીય યુનિવર્સિટીઓને વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં સ્થાન મળ્યું છે. IIS (IISc) બેંગ્લોરે 2017 પછી પ્રથમ વખત ટોચની 250 યુનિવર્સિટીઓની યાદીમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. આ સહીત THI વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં 601 થી 800 વચ્ચે અલગપ્પા યુનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી, ભરથિયાર યુનિવર્સિટી, IIT ગુવાહાટી, IIT-ISM ધનબાદ, IIT પટના, IIIT હૈદરાબાદ, જામિયા હમદર્દ, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, KIIT યુનિવર્સિટી, માલવિયા યુનિવર્સિટી ,નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મણિપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન, એનઆઈટી રાઉરકેલા, એનઆઈટી સિલ્ચર, પંજાબ યુનિવર્સિટી, સવિતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ, થાપર ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, વીઆઈટી યુનિવર્સિટીના નામ સામેલ છે.
આ સહીત આ રેન્કિંગમાં અન્ના યુનિવર્સિટીએ બાજી મારી છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં દક્ષિણ ભારતની અન્ના યુનિવર્સિટી ટોચના 501 થી 600માં પ્રથમ ક્રમે છે. અન્ના યુનિવર્સિટીને NIRF 2022 રેન્કિંગમાં 20મું અને એકંદર કેટેગરીમાં 22મું સ્થાન મળ્યું છે.
બીજી તરફ આ રેન્કિંગમાં, નવી દિલ્હી સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયા બીજા સ્થાને, વર્ધાની મહાત્મા ગાંધી યુનિવર્સિટી ત્રીજા સ્થાને, બાયોટેકનોલોજી અને મેનેજમેન્ટ સાયન્સની શૂલિની યુનિવર્સિટી ચોથા સ્થાને જોવા મળી છે.