નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયા સતત યુક્રેનના શહેરો ઉપર હુમલા કરી રહ્યું છે. જેમાં સામાન્ય નાગરિકો અને સૈનિકોના મૃત્યુ થઈ રહ્યાં છે. ખારકીવમાં રશિયાના હુમલામાં 21 લોકોના મોત થયા હતા. આ યુદ્ધને લઈને રશિયાના વિદેશ મંત્રી સર્જેઈ લવરોવએ પરમાણુ હથિયારો અને ત્રીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર રશિયાના વિદેશ મંત્રી લવરોવએ કહ્યું કે, જો ત્રીજુ વિશ્વ થશે તો તેમાં પરમાણુ હથિયારનો ઉપયોગ થઈ શકે છે. એવુ થશે તો આ વિનાશકારી સાહિત થઈ શકે છે. ગયા સપ્તાહએ રશિયાએ યુક્રેન ઉપર સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન શરૂ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, જો યુક્રેન ન્યૂક્લિયર હથિયાર પ્રાપ્ત કરી લેશે તો રશિયા માટે મોટો ખતરો ઉભો થશે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ યુદ્ધની વચ્ચે શાંતિ કેવી રીતે સ્થાપિત કરી શકાય તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આ પહેલા તાજેતરમાં જ બંને દેશો વચ્ચે યુક્રેન-બેલારુસ બોર્ડર ઉપર બેઠક મળી હતી. જો કે, આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ યુદ્ધમાં સાતમાં દિવસે રશિયા ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, રશિયા યુક્રેન, યુક્રેનના ઈતિહાસ અને તેના નાગરિકોને ખતમ કરવા માંગે છે. તેમણે એક વીડિયો જાહેર કર્યો છે. જેલેંસ્કી સતત રશિયાને હુમલા રોકવા અપીલ કરી રહ્યું છે. બીજી તરફ યુધ્ધને લઈને દુનિયાના બે દેશોમાં વહેંચાઈ રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેન ઉપર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને અમેરિકા સહિતના અનેક દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહીને અયોગ્ય ગણાવી હતી. એટલું જ નહીં દુનિયાના અનેક દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ લગાવ્યાં છે એટલું જ નહીં યુક્રેનને હથિયારો સહિતની મદદની તૈયારીઓ દર્શાવી છે. જેથી આ યુદ્ધ આગામી દિવસોમાં નવુ સ્વરૂપ ધારણ કરે તેવી શકયતા છે.