Site icon Revoi.in

વાવાઝોડાના કારણે વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે બાર્બાડોસમાં ફસાઈ

Social Share

મુંબઈઃ T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ હરિકેન બેરીલ નામના વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા સોમવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક પહોંચવાની હતી અને પછી ભારત જવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે આવું થઈ શક્યું નહીં. આજે રાત્રે બાર્બાડોસમાં હરિકેન બેરીલ અસરકારક રહેશે, જેના કારણે ત્યાંનું એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.’

હવામાનમાં સુધારો થયા બાદ અને બાર્બાડોસ એરપોર્ટ પર કામગીરી શરૂ થયા બાદ ભારતીય ટીમ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી પહોંચશે. બાર્બાડોસ છોડવા માટે ટીમ ઈન્ડિયાને સોમવારે મોડી સાંજ અથવા મંગળવારની સવાર સુધી રાહ જોવી પડી શકે છે. ટીમ અને સ્ટાફ બાર્બાડોસથી સીધો દિલ્હી જશે. ભારતીય ટીમ 3 જુલાઇ સુધીમાં દેશમાં પહોંચી શકે છે. અહેવાલો અનુસાર, હરિકેન બેરીલ  થોડાક કલાકોમાં બાર્બાડોસની ધરતી પર ત્રાટકશે. હરિકેન બેરીલને કારણે, બ્રિજટાઉન સહિત બાર્બાડોસના તમામ એરપોર્ટ હાલમાં બંધ છે અને તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ કારણે ટીમ ઈન્ડિયાનો રવિવારે બ્રિજટાઉનથી ન્યૂયોર્ક જવાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. જાણકારી અનુસાર ટીમ ઈન્ડિયા, સપોર્ટ સ્ટાફ, BCCI અધિકારીઓ અને ખેલાડીઓના પરિવાર સહિત કુલ 70 સભ્યો અમીરાત એરલાઈન્સ દ્વારા ન્યૂયોર્ક પહોંચવાના હતા.

આઈસીસી ટી20 વિશ્વકપની ફાઈનલ બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ફાઈનલ રમાઈ હતી. આ રોમાંચલ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાને હરાવીને વિશ્વ ચેમ્પિયન બની છે. જીત બાદ કેપ્ટન રોહિત શર્મા સહિતના ભારતીય ખેલાડીઓ