Site icon Revoi.in

વિશ્વ મહિલા દિવસઃ વિવિધ ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરનારી મહિલાઓ અન્ય મહિલાઓને દેખાડશે નવી દિશા

Social Share

અમદાવાદઃ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એસોચેમ વેસ્ટર્ન રિજિયન દ્વારા “એન્થ્યુસિયાસ્ટિક શી-સેલિબ્રેટીંગ ધ પાવર ઓફ શીરોઝ” વિષય ઉપર સ્પેશિયલ વર્ચ્યુએલ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 8મી માર્ચના રોજ બપોરના 3 કલાકે આયોજીત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનારી મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતમાં આગળી ઓળખ ઉભી કરનારી ચાર મહિલાઓ પણ ભાગ લેશે.

એસોચેમ દ્વારા આયોજીત આ વર્ચ્યુએલ સેશનમાં સામાજીક કાર્યકર એવા પદ્મશ્રી સિંધુતાઈ સાપકલ, ભારતીય મહિલા રેસલર બબીતા કુમારી ફોગટ, યુનિસેફ ગુજરાત ફિલ્ડ ઓફિસના ચીફ ડો. લક્ષમી ભવાની, જાણીતા ધારાશાસ્ત્રી સીમા કુશવાહ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વુમન ડોકટર્સ વિંગના નેશનલ ચેરપર્સન ડો. મોના પી. દેસાઈ, ગુજરાતી ફિલ્મ જગતના પ્રથમ મહિલા ડાયરેકટર અને અભિનેત્રી શિતલ શાહ, સાયકોલોજીસ્ટ ડો. સારિકા મહેતા, વર્ષ 2018માં યુપીએસસીના ટોપર મધ્યપ્રદેશના આસિ. કલેકટર સૃષ્ટી જે. દેશમુખ, સામાજીક કાર્યકર પ્રજ્ઞા પ્રસુન, કેરલાના આઈપીએસ મેરીન જોસેફ, ટ્રાન્જેન્ડર વુમન એક્ટિવિટ ધનંજય ચૌહાણ, વેલવેટ એસ્કેપ્સના ડાયરેક્ટર હાર્દી ઓઝા પેટલ, વેલનેશ એન્ડ ફેસ યોગા એક્સપર્ટ વિભુતી અરોરા, વુમનનોવાતોરના સ્થાપક તૃપ્તી સિંઘલ સોમાણી ઉપસ્થિત રહેશે. તેમજ પોતોના અનુભવો અને સંઘર્ષ અંગે જાણકારી આપશે. એસોચેમના વેર્સ્ટન રિજિયનના ચેરમેન જક્ષય શાહ વર્ચ્યુઅલ સેશનમાં વિવિધ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનારી મહિલાઓનું સ્વાગત કરવામાં આવશે.

એસોચેમની સ્થાપના 1920માં થઈ હતી અને હાલ 101માં વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. એસોચેમમાં સાડા ચાર લાખથી વધારે કંપનીઓ સભ્ય છે. તેમજ એસોચેમ દ્વારા વ્યવસાયના કાર્યક્રમોની સાથે સામાજીક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.

એસોચેમ વેસ્ટર્ન રિજિયન દ્વારા “એન્થ્યુસિયાસ્ટિક શી-સેલિબ્રેટીંગ ધ પાવર ઓફ શીરોઝ” વિષય ઉપર સ્પેશિયલ વર્ચ્યુએલ સેસન્સમાં મહિલાઓ નીચે આપેલી લીંક મારફતે નોંધણી કરાવીને ભાગ લઈ શકે છે. આ સેશન વિશે વધારે જાણવા માટે સંપર્ક કરો, Mr. Utsav Jain, ASSOCHAM, E: utsav.jain@assocham.com M: +91 7404723823

https://bit.ly/3ueFNty