Site icon Revoi.in

ગાંધીનગરમાં 1432 સ્થળોએ વિશ્વ યોગદિન ઊજવાયો, બે લાખ લોકોએ કર્યા યોગના આસન

Social Share

ગાંધીનગરઃ ગુજરાતભરમાં આજે વિશ્વ યોગદિનની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લાના 13 આઇકોનિક સ્થળ સહિત 1432 જગ્યાએ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે 2 લાખથી વધુ લોકો સહભાગી બન્યા હતા. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર મીરાબેન પટેલ સહિતના મહાનુભાવોએ યોગ કર્યા હતા.

ગાંધીનગર જિલ્લામાં 13 આઇકોનિક સ્થળ સાથે 1432 જગ્યાએ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે 2 લાખથી વધુ લોકો સહભાગી બન્યા હતા. ગાંધીનગર મ્યુનિ. દ્વારા 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે આંતરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આજે એક પૃથ્વી, એક સ્વાસ્થય યોગ સુત્ર સાથે ગુજરાત સહિત સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે. યોગને વિશ્વ ફલક પર નામના અપાવવા અને માત્ર ભારત નહીં પરંતુ વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે, યોગ અપનાવવાથી તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉમદા આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ 2014માં 21 મી જૂનને ‘આંતરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” નક્કી કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિ, કોર્પોરેશનની સતત એક અઠવાડિયાની મહેનતના પરિણામ સ્વરૂપે ગાંધીનગરમાં 20થી વધુ સ્થળ ઉપર અંદાજિત 60 હજારથી વધુ નાગરિકો દ્વારા યોગ દિવસની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ એ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. યોગથી કોઈપણ દવા વગર રોગોને દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દરરોજ 20 થી 30 મિનિટ યોગ કરે છે તો તેનું શરીર દિવસભર થાકતું નથી અને સ્ફૂર્તિ રહે છે. માનસિક તાણ અને હાયપરટેન્શન જેવા રોગો શરીરમાંથી દૂર રહે છે એટલે જ આજે આખુ વિશ્વ યોગને સહર્ષ સ્વીકારે છે.