અમદાવાદઃ વિશ્વભરમાં 21મી જુનના દિનને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં યોગ દિનની ઊજવણી કરાશે, અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ સહિત અનેક સ્થળોએ યોગ દિન ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરામાં આઇકોનિક, ધાર્મિક, હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. આ વર્ષની થીમ “યોગા ફોર વુમેન એમ્પાવરમેન્ટ” ને ધ્યાને લઈ મહિલાઓની વધુમાં વધુ યોગ શિબિરોમાં ભાગીદારી થાય તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલા પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તા.21મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે 21મી જુન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં યોગ દિવસની ઉજવણી કરાશે. જેમાં વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, વોર્ડ, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમોનું વ્યાપક આયોજન કારાયુ છે. આ ઉપરાંત જિલ્લાના આઇકોનિક, ધાર્મિક, હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ વર્ષની થીમ “યોગા ફોર વુમેન એમ્પાવરમેન્ટ” ને ધ્યાને લઈ મહિલાઓની વધુમાં વધુ યોગ શિબિરોમાં ભાગીદારી થાય તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. (File photo)