એવી જગ્યા કે જ્યાં જમીનની સાથે પાણી પણ ઝેરી છે, દુનિયાની ખતરનાક જગ્યાઓમાં સામેલ છે આ જગ્યા
- કુદરતનું અનોખું રૂપ
- એવી જગ્યા કે જ્યાં બધું જ છે ઝેરી
- પાણી અને જમીન બંન્ને છે ઝેરી
ગુજરાતી ભાષામાં ઝેરીનો મતલબ થાય છે કે એવી વસ્તુ કે જેના સંપર્કમાં આવવાથી પણ જીવનું જોખમ વધી જતુ હોય, વિશ્વમાં તમામ લોકો આવા પ્રકારની વસ્તુઓથી દુર રહેતા હોય છે અને એવામાં એવા જગ્યા છે કે જ્યાં પાણીની સાથે સાથે જમીન પણ ઝેરી છે.
આ સ્થળ આવેલું છે ફ્રાન્સમાં કે જ્યાં લોકોને છેલ્લા 100 વર્ષથી જવા દેવામાં આવ્યા નથી કે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી. આ જગ્યા પર ખેતી કરવાની પણ કોઈને સ્વતંત્રતા નથી કારણ કે આ જગ્યા એટલી ખતરનાક છે કે અહીં ડેન્જર ઝોન બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેથી તેને વાંચ્યા પછી કોઈ આગળ ન વધી શકે.
આ વિષયમાં વાત એવી છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી, અહીંનો વિસ્તાર બરબાદ થઈ ગયો હતો. ગામના ગામો નાશ પામ્યા હતા, ત્યારબાદ ત્યાં મૃતદેહોનો ઢગલો હતો અને રાસાયણિક આધારિત યુદ્ધ સામગ્રીનો વિશાળ જથ્થો પણ ફેલાયો હતો. જેના કારણે અહીંની જમીન ઝેરી બની ગઈ છે. એટલું જ નહીં અહીંના પાણીમાં જીવલેણ તત્વો પણ જોવા મળે છે.
આ વિસ્તાર ઘણો મોટો હોવાથી અને સમગ્ર વિસ્તારની જમીન અને પાણીને કેમિકલ મુક્ત બનાવવું શક્ય ન હોવાથી ફ્રેન્ચ સરકારે લોકોને અહીં આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
2004માં જ્યારે કેટલાક જર્મન સંશોધકોએ અહીંની માટી અને પાણીનું પરીક્ષણ કર્યું ત્યારે તેમાં મોટી માત્રામાં આર્સેનિક મળી આવ્યું હતું. આર્સેનિક એક એવો ઝેરી પદાર્થ છે, જો તેની થોડી માત્રા આકસ્મિક રીતે વ્યક્તિના મોઢામાં પ્રવેશી જાય, તો તે થોડા કલાકોમાં મૃત્યુ પણ પામી શકે છે. જોકે કેટલાક લોકો જોન રોગને પણ હોરર માને છે. એવું કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલા લાખો લોકોની આત્માઓ અહીં ભટકતી હોય છે તેથી આ સ્થળે જવું જોખમથી મુક્ત નથી.
જો કે વિશ્વમાં આવા કેટલાક સ્થળો છે કે જ્યાં સરકારે લોકોની આવાજાહી પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પાછળ વૈજ્ઞાનિક કારણો છે અને લોકોનો જીવ જોખમાય નહી તે માટે સરકાર દ્વારા આ પ્રકારના પગલા અવારનવાર લેવામાં આવતા હોય છે.