દુનિયામાં સૌથી જૂનું વૃક્ષ અમેરિકામાં, તેનું સ્થાન જંગલખાતાએ રાખ્યું ગુપ્ત
દિલ્હીઃ દુનિયાનુ સૌથી વયોવૃધ્ધ વૃક્ષ અમેરિકામાં હોવાનું જાણવા મળે છે. તેની વય લગભગ 4000 વર્ષથી પણ વધારે હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં અમેરિકાએ તેનું સ્થાન ગુપ્ત રાખ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકામાં એક વૃક્ષની વય 4851 વર્ષ છે અને હજી પણ તે અડીખમ ઉભુ છે. દુનિયામાં થયેલા કેટલાય બદલાવો તેણે જોઈ કાઢ્યા છે. આ વૃક્ષને મેથુસેલાહ નામ અપાયુ છે. મેથુસેલાહ બાઈબલનુ એક પાત્ર છે. જેની વય 900 વર્ષ કરતા વધારે હતી તેવો ઉલ્લેખ થયેલો છે. આ વૃક્ષ કેલિફોર્નિયાના ઈનયો નેશનલ ફોરેસ્ટમાં અંદરની તરફ છે અને તેનુ સ્થાન અમેરિકાના જંગલ ખાતાએ ગુપ્ત જ રાખ્યુ છે.
એવુ કહેવાય છે કે, તે દરિયાની સપાટીથી 9800 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. વર્ષ 1957માં એડમંડ સ્કૂલમેન અને ટોમ હરલન નામના બે વૈજ્ઞાનિકોએ તેનો પતો લગાવ્યો હતો. તેના સેમ્પલનુ ટેસ્ટિંગ કર્યા બાદ તેમણે કહ્યુ હતુ કે, 2833 બીસીમાં આ વૃક્ષ પર પહેલું અંકુર ફૂટ્યો હશે. એ પછી તેના પર લાંબી વય અંગે રિસર્ચ ચાલુ જ રહ્યુ છે. આ વૃક્ષ બસિન બ્રિસ્ટલેકોન પ્રજાતિનુ છે અને તેની ખાસિયત એ છે કે દરેક પ્રકારની ઋતુમાં તે ઉભા રહી શકે છે. આ વૃક્ષો જ્યાં ઉગે છે ત્યાં વરસાદ ઓછો પડે છે. એટલે તેનો વિકાસ ધીમો હોય છે. તે પાંચના ગ્રૂપમાં મોટા થતા હોય છે અને 40 વર્ષ સુધી હર્યા ભર્યા રહેતા હોય છે.