- આવતી કાલે સૌથી ઊંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ
- રાજસ્થાનમાં આ પ્રતિમાનું થશે લોકાર્પણ
દિલ્હીઃ- ભારત એક એવો દેશછે જ્યાં અનેક મહત્વના પ્રાચીન ઘાર્મિક સ્થળો આવેલા છે તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટોચ્યૂ ઓફ યુનિટી પણ આવેલું છે.ભારતની ઘણી ખાસિયતો તેને વિશ્વમાં ઉચ્ચ સ્થાન અપાવે છે ત્યારે હજી વધુ ભારતના શીરે એક મોરકલગી ઉમેરવા જઈ રહી છે ,હવે ભારતના રાજસ્થાનમાં વિશ્વની સૌથી ભગવાન શિવની ઊંચી પ્રતિમાનું આવતી કાલે લોકાર્પણ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનમાં શ્રીજીની ધારા નાથદ્વારા-રાજસમંદ ખાતે આવતીકાલે એટલે કે 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત વિશ્વ સ્વરૂપમ ઉદ્ઘાટન મહોત્સવનો આરંભ થનાર છે.જ્યા વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે. વિશ્વ સ્વરૂપમના સમર્પણ પર આયોજિત મુરારી બાપુની રામ કથાનું પણ ભવ્ય આોજન અહી કરવામાં આવ્યું છે.
જાણો વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાની ખાસિયતો
- શિવ પ્રતિમાની ઊંચાઈ 369 ફૂટ છે જેને વિશ્વ સ્વરૂપમ નામ આપવામાં આવ્યું છે.
- નાથદ્વારાના ગણેશ ટેકરી પર બનેલી આ પ્રતિમા 51 વીઘાની ટેકરી પર બનેલી છે.
- આ પ્રતિમામાં ભગવાન શિવ ધ્યાન અને અલ્લડની મુદ્રામાં બિરાજમાન છે.
- પ્રતિમાની ઉંચાઈ એટલી છે કે તેને કેટલાય કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.
- આ પ્રતિમા રાત્રે પણ સ્પષ્ટ દેખાઈ શકે તે માટે ખાસ લાઈટોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- આ પ્રતિમાને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો.
- તેને વિશ્વની ટોપ પાંચ પ્રતિમાઓમાં ઊંચી પ્રતિમાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રતિમા સંત કૃપા સનાતન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી છે. લોકાર્પણ સમારોહ 29 ઓક્ટોબરથી શરૂ થશે અને 6 નવેમ્બર સુધી ચાલશે અને મુરારી બાપુની રામ કથાથી તેનો પ્રારંભ કરવામાં આવશે.