Site icon Revoi.in

રાજસ્થાનમાં આવતીકાલે વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ – જાણો ખાસિયતો

Social Share

દિલ્હીઃ- ભારત એક એવો દેશછે જ્યાં અનેક મહત્વના પ્રાચીન ઘાર્મિક સ્થળો આવેલા છે તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટોચ્યૂ ઓફ યુનિટી પણ આવેલું છે.ભારતની ઘણી ખાસિયતો તેને વિશ્વમાં ઉચ્ચ સ્થાન અપાવે છે ત્યારે હજી વધુ ભારતના શીરે એક મોરકલગી ઉમેરવા જઈ રહી છે ,હવે ભારતના રાજસ્થાનમાં વિશ્વની સૌથી ભગવાન શિવની ઊંચી પ્રતિમાનું આવતી કાલે લોકાર્પણ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનમાં શ્રીજીની ધારા નાથદ્વારા-રાજસમંદ ખાતે આવતીકાલે એટલે કે  29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત વિશ્વ સ્વરૂપમ ઉદ્ઘાટન મહોત્સવનો આરંભ થનાર છે.જ્યા વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે. વિશ્વ સ્વરૂપમના સમર્પણ પર આયોજિત મુરારી બાપુની રામ કથાનું પણ ભવ્ય આોજન અહી કરવામાં આવ્યું છે.

જાણો વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાની ખાસિયતો

ઉલ્લેખનીય છે કે આ પ્રતિમા સંત કૃપા સનાતન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી છે. લોકાર્પણ સમારોહ 29 ઓક્ટોબરથી શરૂ થશે અને 6 નવેમ્બર સુધી ચાલશે અને મુરારી બાપુની રામ કથાથી તેનો પ્રારંભ કરવામાં આવશે.