- ભારતમાં બનેલી કોરોના વેક્સિનની વિશ્વમા માંગ
- 9 દેશોએ કરી ભારત પાસે વેક્સિનની માંગણી
દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને લઈને વેક્સિન બાબતે અનેક કાર્ય હાથ ધરવામાં આવ્યા હતા જો કે વેક્સિન મામલે ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઈ રહી છે, અત્યાર સુધી બે સ્વદેશી વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે મંજુરી આવપામાં આવી છે, ત્યારે આ વેક્સિનની બોલબાલા હવે વિદેશોમાં પણ થઈ રહી છે. ભારત કોરોનાકાળમાં વિશ્વ સ્તરે ઊભરીઆવેલો દેશ સાબિત થયો છે, જે કોરોનાને માત આપવાથી લઈને વેક્સિન બનાવવાની બાબતમાં વિશ્વમાં આગળ રહ્યો છે.
કોરોના વેક્સીનના વિતરણ મામલે ભારત સરકાર બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને આફગાનિસ્તાન જેવા પાડોશી દેશો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરશે. કોરોના વેક્સિનની બીજા દેશમાં મામંગને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે, ભારત શરૂઆતથી કોરોના મહામારી સામેની લડતમાં વિશિવ સ્તરે મોખરે રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે,સમગ્ર વિશ્વ કોરોનાને એટકાવવા માટે તેમજ તેમાંથી બહાર આવવા માટે વેક્સિનની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું, જો કે આ મામલે ભારતે વિશ્વને પછાડ્યું છે, ભારપતે વેક્સિન મામલે મોખરે રહીને સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે,. ભારત વેક્સીનના ઉત્પાદન અને સપ્લાય માટે સંપૂર્ણરીતે હવે તૈયાર છે. બ્રાઝિલ, મોરક્કો, સાઉદી અરબ, મ્યાન્માર, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ ભારત પાસે વેક્સીનની સત્તાવાર રીતે માંગણી કરી છે.જે આપણા દેશ માટે પણ એક સકારાત્મક વાત સાબિત થાય છે,
સાહિન-