વિશ્વભરમાં ફેસબૂક,ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપનું સર્વર થયું ડાઉન – યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા
- ફેસબૂક,ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપનું સર્વર થયું ડાઉન
- અનેક યૂઝર્સ મૂકાયા મુશ્કેલીમાં
દિલ્હીઃ-આજકાલ ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયા દરેક લોકોની પ્રાથમિક જરુરીયાત બની ચૂકી છે અને જો આવી સ્થિતિમાં યૂઝર્સને જરા પણ હાલાકી ભોગવવી પડે તો તે મોટી મુશ્કેલી ગણાય છે, ત્યારે હાલ થોડા જ કલાક પહેલા અંદાજે 9 15 આસપાસ સમગ્ર વિશ્વમાં ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના સર્વરો અચાનક બંધ થઈ ગયા.મેસેજ ન તો આવતા હતા ન તો જઈ શકતા હતા.જેને લઈને યૂઝર્સ પરેશાન થયા હતા.
મળતી માહિતી પ્રમાણે લગભગ 9.15 વાગ્યે, ત્રણેયના સર્વર ડાઉન થયા હતા, જેના કારણે વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ અંગે વોટ્સએપે કહ્યું, અમને કેટલાક લોકો તરફથી તેમના કામ ન થવાની અનેક ફરિયાદો મળી છે. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરીશું.
પેરેન્ટ કંપની ફેસબુકે પણ એક નિવેદન જારી કર્યું હતું અને કહ્યું હતું કે – અમે જાણીએ છીએ કે કેટલાક લોકો અમારી એપ્લિકેશન્સ અને પ્રોડક્ટ્સમાં હાલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અમે શક્ય તેટલી વહેલી તકે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અસુવિધા માટે ક્ષમા ઈચ્છીએ છીએ.
હાલ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેબ અને સ્માર્ટફોન બંનેમાં કામ રહ્યા નથી. આ સમસ્યા તમામ એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ પ્લેટફોર્મ પર થઇ રહી છે. લોકોને ન તો નવા મેસેજ મળી રહ્યા છે કે ન તો તેઓ કોઈને મેસેજ સેન્ડ કરી શકે છે. એ જ રીતે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર, ન્યૂઝફીડ રિફ્રેશ પર રિફ્રેશ નથી કરી શકતા નો મેસેજ જોવા મળી રહ્યો છે.
ડાઉનડિટેક્ટર પર, લોકોએ વોટ્સએપના કામ ન કરવા અંગે ફરિયાદ કરી છે. યુઝર્સે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વિશે પણ ફરિયાદ કરી હતી. મેસેજ ન મોકલવાના કારણે યુઝર્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ દરમિયાન લોકોએ ટ્વિટર પર ઘણા મેસેજ લખ્યા હતા. વપરાશકર્તાઓએ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના સર્વર ડાઉન અંગે ટ્વિટર પર પણ પોતાની ફરિયાદ નોંધાવી હતી