સુખ અને સૌભાગ્યની દેવી છે માં કાલરાત્રી,સાતમા દિવસે આ રીતે કરો તેમની પૂજા
શારદીય નવરાત્રીના સાતમા દિવસે દેવી કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના આ સ્વરૂપને શુભંકરી પણ કહેવામાં આવે છે. આ દેવી અનિષ્ટનો નાશ કરવા અને શુભ પરિણામ આપવા માટે જાણીતી છે. ત્રણ નેત્રોવાળી દેવી કાલરાત્રિની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.માં કાલરાત્રીનું શરીર અંધકારની જેમ કાળું છે. માંના શ્વાસમાંથી આગ નીકળે છે. માં ના વાળ મોટા અને વેર-વિખેર છે. માતાના ગળામાં પહેરેલ માળા વીજળીની જેમ ચમકતી છે. માં ને ચાર હાથ અને ત્રણ નેત્ર છે. એક હાથમાં માતાએ ખડક ( તલવાર ) બીજા હાથમાં લોહ શસ્ત્ર, ત્રીજા હાથમાં વરમુદ્રા અને ચોથા હાથમાં અભય મુદ્રા છે.
એવું માનવામાં આવે છે કે જો ભક્તો નવરાત્રિના સાતમા દિવસે યોગ્ય વિધિથી મા કાલરાત્રીની પૂજા કરે છે તો તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેમની પૂજા કરવાથી ભય, મૂંઝવણ અને રોગો દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ કાલરાત્રીની પૂજા વિધિ અને મંત્ર.
કાલરાત્રીની પૂજા વિધિ
દેવી કાલરાત્રીની પૂજા સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને શરૂ કરવી જોઈએ. સૌથી પહેલા દેવી માતાની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ તેમને લાલ રંગના ફૂલ, અક્ષત, પાંચ પ્રકારના ફળ, ધૂપ, સુગંધ, ફૂલ અને ગોળ અર્પણ કરો.
જો તમે માતા કાલરાત્રીને ગોળનો પ્રસાદ ચઢાવો છો તો તે તમારા માટે વધુ ફળદાયી રહેશે. પૂજા પૂર્ણ કર્યા પછી, તમારે દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરવો જોઈએ. આ સિવાય અહીં જણાવેલ મંત્રોનો પણ જાપ કરો.
કાલરાત્રી મંત્ર
ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम: .
ॐ कालरात्र्यै नम:
ॐ फट् शत्रून साघय घातय ॐ
ॐ ह्रीं श्रीं क्लीं दुर्गति नाशिन्यै महामायायै स्वाहा।
ધ્યાન મંત્ર
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।
वामपादोल्ल सल्लोहलता कण्टक भूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥