Site icon Revoi.in

આ ત્રણ રંગથી ગણેશજીની કરો પૂજા,થશે દાદા પ્રશન્ન

Social Share

ભગવાનની ભક્તિને લઈને દરેક ભક્ત હંમેશા પોતાનું અત્ર તત્ર સવર્ત્ર આપતો હોય છે, ભક્તિ ભાવ દરમિયાન તેની ઈચ્છા પણ હોય છે કે તેના પર ભગવાન કૃપા વરસાવે અને તેને દર્શન આપે. આવામાં જે લોકો ગણેશજીની પુજા કરે છે તેમણે દાદાની આ ત્રણ રંગોથી પૂજા કરવી જોઈએ.

કહેવાય છે કે લાલ રંગ એ સૌથી શુભ અને પવિત્ર મનાય છે. એ જ કારણ છે, કે મોટાભાગે શુભકાર્યોમાં લોકો લાલ રંગના વસ્ત્ર ધારણ કરે છે. તો, વિશેષ અવસરો પર પૂજા સ્થાનને પણ લાલ રંગથી જ સજાવવામાં આવે છે. લાલ રંગ નસીબ, ઉત્સાહ, હિંમત અને નવું જીવન સૂચવે છે. લાલ રંગના આ મહત્વને કારણે જ ગજાનન ગણેશજીને પણ લાલ રંગ અત્યંત પ્રિય મનાય છે.તેથી ગણેશજીની પૂજામાં લાલ રંગનો પ્રયોગ કરવો જોઈએ. ગણેશોત્સવ દરમ્યાન પૂજામાં તમે ગણેશજીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરાવી શકો છો. આ દિવસો દરમ્યાન તેમને લાલ રંગના ફૂલ અર્પણ કરવા. શક્ય હોય તો જાસૂદનું. કારણ કે જાસૂદ શ્રીગણેશને અત્યંત પ્રિય મનાય છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે લીલા રંગની તો ગણેશોત્સવ દરમ્યાન તમે પૂજામાં લીલા રંગનો પ્રયોગ પણ કરી શકો છો. લીલો રંગ એ પ્રકૃતિનો રંગ છે. તે આપણને ઠંડક, તાજગી, આત્મવિશ્વાસ, સુખ અને સકારાત્મકતાની અનુભૂતિ કરાવે છે. તેના આ મહત્વને કારણે જ આ રંગ ન માત્ર વક્રતુંડને, પરંતુ, ગૌરીશંકરને પણ અત્યંત પ્રિય મનાય છે. કદાચ એ જ કારણને લીધે વિઘ્નહર્તાને લીલી દૂર્વા અર્પણ કરવાનો સવિશેષ મહિમા છે.

પીળો રંગ ગુરુ અને સૂર્ય જેવાં ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. સનાતન ધર્મમાં પીળા રંગનું આગવું જ મહત્વ છે. એ જ કારણ છે કે કોઈપણ પ્રકારના શુભકાર્ય અને પૂજામાં આ રંગનો પ્રયોગ થાય છે. પીળો રંગ વ્યક્તિની કુંડળીમાં રહેલા ગુરુને અને ભાગ્યને જાગ્રત કરે છે. શ્રીહરિ અને ગણેશજી સહિત તમામ દેવતાઓ પણ પીતામ્બર ધારણ કરે છે.

ઉલ્લેખનીય છે કે આ લેખ માન્યતા પર આધારીત છે અને તેના પર કોઈ દાવો કરવામાં આવતો નથી.