પૂજા કરો છો, પણ આરતી નથી કરતા? તો આ ના કરશો, જાણો કારણ
મોટાભાગના લોકોને જાણ નથી કે પૂજા કરવી અને આરતી કરવી તેમાં ફરક છે, કેટલાક લોકો માનેે છે કે પૂજા કરી લીધી એટલે બધુ થઈ ગયું, પણ હકીકતમાં આવું નથી. કારણ કે જો વાત કરવામાં આવે આરતીની તો આરતી કરવાની એક રીત પણ છે અને યોગ્ય રીતે આરતી કરવાથી સારું પરિણામ મળે છે અને જો વાત કરવામાં આવે પૂજાની તો, સાથે જ પૂજા દરમિયાન જો કોઈ પણ ખામી કે ભૂલો હોય તો તે ભગવાન માફ પણ કરે છે.
વધુ જાણકારી અનુસાર ધાર્મિક ગ્રંથોમાં આરતીના વર્ણનમાં, એક સંસ્કૃત શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે મંત્ર વિના અને કોઈપણ ક્રિયા વિના એટલે કે જરૂરી વિધિઓ વિના પૂજા કર્યા પછી આરતી કરવાથી તેમાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે.
આરતી કરવાના પણ આપણા સનાતન ધર્મમાં નિયમો જણાવ્યા છે. સૌથી પહેલો નિયમ એ છે કે જ્યારે પણ આરતીનો પાઠ કરતી વખતે, ભક્ત આરતીને મંત્રના શબ્દોનો આકાર બનાવીને ફેરવે છે, પરંતુ જો મંત્ર મોટો અને મુશ્કેલ હોય તો તે કરવું શક્ય નથી.
દીવાની જ્યોતની દિશા પૂર્વ તરફ રાખવાથી આયુષ્ય વધે છે, પશ્ચિમ તરફ રાખવાથી દુ:ખ વધે છે, દક્ષિણ તરફ રાખવાથી નુકસાન થાય છે અને જ્યોત ઉત્તર તરફ રાખવાથી આર્થિક લાભ થાય છે.
એક, પાંચ, સાત કે એકી સંખ્યાની વાટ થી દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ. સામાન્ય રીતે આરતી એક કે પાંચ દીવાથી કરવામાં આવે છે. અને આખરે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભક્તે હાથમાં પકડેલી આરતીને એવી રીતે ફેરવવી જોઈએ કે ઓમનો આકાર બને.
ઉલ્લેખનીય છે કે આ જાણકારીને પણ માત્ર સામાન્ય માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવી છે, અમે દરેક ભક્તોની ભગવાન પ્રત્યેની આસ્થા, પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિનો આદર કરીએ છીએ, અને આ બાબતે અમે કોઈ પૃષ્ટિ કે દાવો કરતા નથી.