- મહાન નેતાની કેટલીક ખાસીયત
- પીએમ મોદીમાં પણ એવી ખાસીયત
- અમેરિકામાં 65 કલાકમાં કરી 20 મીટિંગ્સ
દિલ્લી: અમેરિકાના પીએમ મોદીના પ્રવાસ દરમિયાન તેમણે 65 કલાકમાં જ 20 મીટિગ્સ કરી છે. આ ઉપરાંત તેમણે ફ્લાઈટમાં બેસીને જ 4 લાંબી મીટિંગ્સ બેઠકો કરી.પીએમ મોદી તેમના વ્યસ્ત કાર્યક્રમના કારણે પણ મહાન નેતાઓની યાદીમાં સામેલ છે. ક્વોડની મીટિંગ માટે પીએમ મોદીએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો, ત્યાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી અને ભવિષ્યને લઈને પ્લાન બનાવવામાં આવ્યો.
પીએમ મોદી આમ પણ દેશસેવામાં સતત વ્યસ્ત રહે છે અને જાણકારી અનુસાર તેમનું રાતના સમયે ઊંઘવાનું પણ ખુબ ઓછું છે. તેઓ પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પર પણ સારી રીતે ધ્યાન આપે છે.
સૂત્રોનુ કહેવુ છે કે, અમેરિકા જતી વખતે પીએમ મોદીએ ફ્લાઈટમાં બે બેઠકો યોજી હતી. એ પછી તેઓ વોશિંગ્ટનની જે હોટલમાં ઉતર્યા હાત ત્યાં તેમણે ત્રણ બેઠકો યોજી હતી. અમેરિકાની પાંચ કંપનીના પાંચ સીઈઓ સાથે તેમણે અલગ અલગ બેઠકો યોજી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન તેમજ જાપાનના વડાપ્રધાન, અમેરિકાના રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ સાથે પણ તેમની અલગ અલગ બેઠકો યોજાઈ હતી. એ પછી પીએમ મોદીએ પોતાની ટીમ સાથે ત્રણ આંતરિક મિટિંગ કરી હતી.
જો કે પીએમ મોદી હવે અમેરિકાથી પરત ફરી રહ્યા હતા ત્યા સુધી મીટિંગ્સનો કાર્યક્રમ ચાલુ રહ્યો હતો, અને હવે દેશ પરત ફરીને પણ તેમનો આગળનો કાર્યક્રમ વ્યસ્ત છે.