- યુએઈની સરકારનો મોટો નિર્ણય
- કર્મચારીઓને મળી મોટી રાહત
- દેશમાં પ્રવાસન ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી શકે છે
કોરોના બાદ કેટલાક દેશોમાં કર્મચારીઓને દેખભાલ રાખવા માટે સરકાર અનેક પ્રકારના પગલા ઉઠાવી રહી છે. કેટલાક દેશોમાં તો 3 દિવસ રજા અને 4 દિવસ કામ – એ રીતેની જાહેરાત પણ કરવામાં આવી છે ત્યારે હવે કર્મચારીઓને વધારે રાહત મળે અને પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળે તે માટે યુએઈની સરકાર દ્વારા પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણકારી અનુસાર UAE સરકારની મીડિયા ઓફિસે કહ્યું કે નવા શેડ્યૂલ મુજબ, કામકાજના કલાકો સોમવારથી ગુરુવાર સુધી સવારે 7.30 થી બપોરે 3.30 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ શુક્રવારે સવારે 7.30 થી બપોરે 12.00 વાગ્યા સુધી અડધા દિવસનો સમય રહેશે.નવા નિયમ હેઠળ શનિવાર અને રવિવાર આખા દિવસની રજા છે,હવે સાડા ચાર દિવસ સુધી કર્મચારીઓએ કામ કરવાનો રહેશે.
આ તમામ નિયમ યુએઈમાં પહેલી જાન્યુઆરી 2022થી લાગુ પડશે. સરકારે કહ્યું કે ઉત્પાદક વધારવા અને કાર્ય-જીવન સંતુલન સુધારવા માટે લાંબા સપ્તાહના અંતે; 1લી જાન્યુઆરી 2022થી શરૂ થશે.
દુબઈ અને અબુ ધાબીની અમીરાતી સરકારોએ સાડા ચાર દિવસના કાર્યકારી સપ્તાહની જાહેરાત કરી દીધી છે.UAE સરકારની મીડિયા ઑફિસે જણાવ્યું હતું કે વિસ્તૃત સપ્તાહાંત કાર્ય-જીવન સંતુલનને પ્રોત્સાહન આપવા અને દેશની આર્થિક સ્પર્ધાત્મકતાને આગળ વધારવા માટે પ્રદર્શન તેમજ સામાજિક સુખાકારીને વધારવાના પ્રયાસોના ભાગ રૂપે જોવા મળ્યો છે