ભારત વૈશ્વિક ટેક હબમાં ફેરવાઈ રહ્યું છે, MWC 2025 નવીનતાને વેગ આપશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે જણાવ્યું હતું કે ભારત ઝડપથી વૈશ્વિક ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહ્યું છે અને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) માં દેશની મોટા પાયે ભાગીદારી નવીનતાને વેગ આપશે. MWC 2025 એ વિશ્વનો સૌથી મોટો ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશન ઇવેન્ટ છે. તે સ્પેનના બાર્સેલોનામાં 3-6 માર્ચ દરમિયાન યોજાશે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી આ કાર્યક્રમમાં […]

ગુજરાતઃ હાઇવે પર આવેલી 183 જેટલી હોટલો પર દરોડા, રૂ. 4.63 લાખથી વધુનો દંડ કરાયો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે આજે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક/ મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના હાઇવે પર આવેલ હોટલો ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા […]

પ્રધાનમંત્રી મોદી અને EUના વડા ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચે બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શુક્રવારે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનું સ્વાગત કર્યું હતું. યુરોપિયન કમિશનના પ્રમુખ દ્વિપક્ષીય વાટાઘાટો માટે હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. યુરોપિયન યુનિયન (EU) ના 27 દેશોનું પ્રતિનિધિત્વ કરતા વોન ડેર લેયેન ભારતની બે દિવસીય મુલાકાતે છે. તેમની સાથે યુરોપિયન કમિશનના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ છે. આજે સવારે, ભારત અને EU […]

અમદાવાદમાં માણેકચોકની ખાણીપીણી બજાર એક મહિનો બંધ રહેશે

AMC દ્વારા મેગા ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે ફુડ માર્કેટ બંધ કરાશે હોળી-ધૂળેટી બાદ ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરાશે ડ્રેનેજનું કામ મહિનામાં પૂર્ણ થાય એવી શક્યતા નથી અમદાવાદઃ શહેરમાં માણેકચોકમાં આવેલી ખાણીપીણી બજાર એક મહિનો બંધ રહેશે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માણેકચોક વિસ્તારમાં ડ્રેનેજનું કામ હાથ ધરવામાં આવશે. તેના લીધે ઘળેટી બાદ ખાણીપીણી બજાર મહિનો બંધ રહેશે. મ્યુનિ. […]

ગુજરાતમાં વન વિભાગના રોજમદાર કર્મચારીઓ 4 મહિનાથી પગારથી વંચિત

ચાર મહિનાથી પગાર ન ચુકવાતા કર્મચારીઓની હાલત કફોડી વન વિભાગના રોજમદારોને લઘુતમ વેતન મુજબ પુરો પગાર પણ અપાતો નથી બાકી વેતન નહીં ચૂકવાય તો રોજમદારો આંદોલન કરશે અમદાવાદઃ રાજ્યના વન વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર ન ચુકવાતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. કર્મચારીઓ દર મહિને પગારની રાહ જોઈ રહ્યા છે. […]

અમદાવાદમાં ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળના રોડ પરના કાચા પાકા દબાણો દુર કરાયા

આજે સવારથી દબાણ હટાવની કામગીરીનો પ્રારંભ કરાયો 50થી વધુ ઝૂંપડા અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યુ વર્ષોથી દબાણોને લીધે રસ્તો સાંકડો બની ગયો હતો અમદાવાદઃ શહેરના ગલબાઈ ટેકરાથી પાંજરાપોળ જતા રોડ પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. રોડ પરના દબાણોને કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે સવારથી ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ જતા રોડ […]

ભારતઃ એક મહિનામાં 16.99 અબજથી વધુના UPI ટ્રાન્ઝકશનો થયા

નવી દિલ્હીઃ તાજેતરના સરકારી ડેટા મુજબ, જાન્યુઆરીમાં પહેલી વાર UPI વ્યવહારો 16.99 બિલિયનને વટાવી ગયા અને તેનું મૂલ્ય 23.48 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું, જે કોઈપણ મહિનામાં નોંધાયેલ સૌથી વધુ સંખ્યા છે. UPI ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનો પાયો છે, જે દેશભરમાં 80 ટકા રિટેલ પેમેન્ટમાં ફાળો આપે છે. નાણાકીય વર્ષ 2023-24માં ડિજિટલ પેમેન્ટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. નાણાકીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code