ઉનાળાના આગમન પહેલા જ યલો એલર્ટની આગાહી, રાજકોટમાં તાપમાન 37 ડિગ્રી

દરિયાકાંઠા વિસ્તારમાં 5 દિવસ બફારા સાથે તાપમાનમાં વધારો થશે અરબ સાગરમાં ભેજને લીધે બફારો લોકોને અકળાવશે આ વખતે ઉનાળો વધુ આકરો બનશે અમદાવાદઃ ઉનાળાના આગમન પહેલા જ તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમી અનુભવાય રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા […]

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ, ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને મળ્યો લાભ

ગાંધીનગરઃ 2019માં કેન્દ્ર સરકારે અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બૅન્ક ખાતામાં વાર્ષિક ₹6000ની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું છે. […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 7.30 લાખ વિદ્યાર્થીઓએ કર્યો ડ્રોપઆઉટ

શિક્ષણ પાછળ અઢળક ખર્ચ છતાં વિદ્યાર્થીઓ શિક્ષણને અલવિદા કહી રહ્યા છે વર્ષ 2022-23માં પ્રા, શાળાઓમાં 85.88 લાખ વિદ્યાર્થીઓ હતા વર્ષ 2023-24માં ઘટીને 78.47 લાખ થયા, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલ ચાલી રહ્યું છે. રાજ્યના 2025-26ના બજેટ સાથે જે આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી તે મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એક જ વર્ષમાં 7.30 લાખ વિદ્યાર્થી ડ્રોપ […]

અમદાવાદમાં અકસ્માતના બે બનાવોમાં 4 વર્ષના બાળક સહિત બેનાં મોત

શહેરના ઓઢવ સિંગરવા રોડ પર ટ્રકે બાઇકસવાર યુગલને ટક્કર મારતા મંગેતરનું મોત, ઘોડાસરમાં રિક્ષા પલટી જતાં 4 વર્ષનાં બાળકનું મોત, માતા ઇજાગ્રસ્ત બન્ને બનાવોમાં પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ અકસ્માતના બે બનાવો બન્યા હતા, અકસ્માતના પ્રથમ બનાવમાં ઓઢવના સિંગરવા રોડ પર ટ્રકે બાઈકને અડફેટે […]

સ્થૂળતા સામે ઝુંબેશ માટે પ્રધાનમંત્રીએ ઓમર અબ્દુલ્લા, મહિન્દ્રા, મોહનલાલની પસંદગી કરી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂળતા સામેની લડાઈમાં મદદ કરવા માટે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને અભિનેતા મોહનલાલ સહિત વિવિધ ક્ષેત્રોના 10 લોકોના નામ આપ્યા છે. આના એક દિવસ પહેલા, વડા પ્રધાન મોદીએ લોકોને સ્થૂળતાથી બચવા માટે પગલાં લેવા હાકલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું […]

વિદ્યાર્થીઓનો પરિશ્રમ અને સમર્પણ ભારતને નવી ઉંચાઇઓ સુધી લઇ જશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીના ચાણક્યપુરી સ્થિત ગુજરાત ભવનમાં ગુજરાતના ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે એક પ્રેરક શૈક્ષણિક સંવાદ કર્યો . આ વિશિષ્ટ કાર્યક્રમ આ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને પોતાના અનુભવોને શેર કરવા માટેનો એક અનોખો અવસર બન્યો. અમિત શાહે આ પ્રસંગે […]

દુનિયાને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે: નરેન્દ્ર મોદી

ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં રોકાણકારોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે. હું તમને કહી દઉં કે ભારત પરિણામો આપે છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં મધ્યપ્રદેશે પરિવર્તનનો એક નવો યુગ જોયો છે. પીએમ મોદીએ ત્રણ નવા ક્ષેત્રોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code