વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટેનો ઉત્સવ, મીડિયોત્સવ ૨૦૨૫માં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓએ હીર ઝળકાવ્યું
અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)અમદાવાદ દ્વારા તાજેતરમાં મીડિયોત્સવ ૨૦૨૫નું ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી અને સ્પર્ધાઓમાં વિજેતા થયા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરતા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત જાણીતા ફિલ્મ મેકર અભિષેક […]