ગુજરાતઃ હાઇવે પર આવેલી 183 જેટલી હોટલો પર દરોડા, રૂ. 4.63 લાખથી વધુનો દંડ કરાયો
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે આજે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક/ મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના હાઇવે પર આવેલ હોટલો ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા […]