ગુજરાત સહિત 5રાજ્યમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટેની યોજના હેઠળ પાંચ રાજ્યો માટે એક હજાર 604 કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ રાજ્યોમાં ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેરળ નો સમાવેશ છે. સમિતિએ ઓક્ટોબર 2023 દરમિયાન સિક્કિમમાં વિનાશક ગ્લેશિયર તળાવ ફાટવા અને પૂરને […]