દેશમાં 97 ટકા બ્રોડગેજ નેટવર્કનું વિદ્યુતીકરણ થઈ ગયું : અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં રૂ. 146 કરોડના અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓને હોળીના પર્વની શુભકામનાઓ આપીને કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે ત્રણ પ્રોજેક્ટનું ઇ-ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેનો શિલાન્યાસ વર્ચ્યુઅલ રીતે થઈ રહ્યો છે. […]

અમદાવાદમાં પાર્સલની આડમાં આવેલો નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ ડ્રગ્સ માફિયાઓ અને પેડલર ડ્રગ્સની હેરાફેરી માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના શાહિબાગ ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. 110 જેટલા પાર્સલના આડમાં આ ગાંજો આવ્યોહોવાનું જાણવા મલે છે. આ પાર્સલ અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડથી […]

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, ટ્રકે રિક્ષાને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના થલતેજ વિસ્તારમાં પૂરઝડપે પસાર થતા ટ્રકે એક ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના થલતેજ બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં રીક્ષામાં […]

અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 15મી માર્ચથી યોજાશે

મેગા સમિટમાં 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોકારો ભાગ લેશે બિન અનામત વર્ગ માટેની યોજનાઓની માહિતી આપવા ખાસ સેમિનારનું આયોજન નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાનોને માર્ગદર્શન અપાશે અમદાવાદઃ શહેરમાં  સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના ઉપક્રમે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4નું આગામી તા, 15થી 17 માર્ચ 2025  યોજાશે. શહેરમાં સાયન્સ સિટી વિજ્ઞાનભવન ખાતે ડો.યજ્ઞેશ દવેના સાનિધ્યમાં યોજાનારી સમિટમાં 300થી વધુ […]

ગુજરાતમાં 1લી એપ્રીલથી જંત્રીના નવા દરનો અમલ થઈ જશે

રાજ્ય સરકાર સુધારેલી નવી જંત્રીના દર 30મી માર્ચે જાહેર કરે તેવી શક્યતા સરકારને 11000થી વધુ અરજીઓ જંત્રી દરમાં ફેરફાર માટે મળી હતી 6000 જેટલા અરજદારોએ જંત્રીમાં ઘટાડો કરવાની માગ કરી હતી ગાંધીનગર: ગુજરાતમાં નવી જંત્રીના સુચિત દર જાહેર કરીને તેનો અમલ 1લી એપ્રિલ 2025થી કરવાની સરકારે ત્રણ-ચાર મહિના પહેલા જાહેરાત કરી હતી. અને  આ અંગે લોકો […]

ગુજરાતમાં તાપમાનમાં વધારો, કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ

સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો ભૂજ અને અમરેલી અને ડીસામાં ગરમી 42 ડિગ્રી અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ અમદાવાદઃ રાજ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે. આજે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભૂજ, અમરેલી અને ડીસામાં કાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો, આજે સુરેન્દ્રનગર પોરબંદર અને કચ્છને રેડ એલર્ટ આપવામાં આવ્યું […]

ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદ અમેરિકાના આ મોટા નેતા આવી રહ્યા છે ભારત, જાણો શું છે પ્લાન

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફની જાહેરાત પછી, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ મહિને ભારતની મુલાકાત લઈ શકે છે. એક અહેવાલ મુજબ ઉપરાષ્ટ્રપતિ વેન્સની સાથે તેમની પત્ની ઉષા વેન્સ પણ ભારત આવશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ જેડી વેન્સની આ બીજી આંતરરાષ્ટ્રીય સફર હશે. ભારત પહેલાં, જેડી વેન્સ ફ્રાન્સ અને જર્મની ગયા હતા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code