ગુજરાતમાં 10મીથી 13મી મે સુધી બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાશે
11 જિલ્લાનો 35 હજાર ચો.કિમી. વિસ્તાર ‘સાંકળી લેવાશે સિંહની ઉંમર, ઓળખ ચિન્હો, GPS લોકેશન વગેરે વિગતો નોંધવામાં આવશે વન વિભાગના અધિકારીઓ સહિત 3 હજાર તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે ગાંધીનગરઃ સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન […]