અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેસ લિકેજથી આગ લાગતા સિલિન્ડર ફાટ્યો, બેનાં મોત

રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ લિક થતા લાગી આગ આગને લીધે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો યુવક-યુવતી અને મહિલા દાઝી ગયા અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં ગત રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ લીક થતાં આગ ફાટી નીકળી હતી, અને જોતજોતામાં આગ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી, દરમિયાન આગને લીધે […]

વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે

નવી દિલ્હી: વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે. ગઈકાલે રાત્રે સેમિફાઇનલમાં ભારતે ઇજિપ્તને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતના વેલાવન સેન્થિલ કુમારે ઇજિપ્તના ઇબ્રાહિમ એલ્કાબાનીને હરાવ્યો હતો જ્યારે અનાહત સિંહે ઇજિપ્તના નૂર હેઇકલ ગેરોસને હરાવ્યો હતો. અભય સિંહે ઇજિપ્તના આદમ હવાલને હરાવ્યો હતો. આ અગાઉ અન્ય એક સેમિફાઇનલમાં હોંગકોંગે […]

ભારતમાં લિયોનલ મેસીનું હજારો પ્રશંસકો દ્વારા જોરદાર સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ આર્જેન્ટિના ફૂટબોલ ટીમના દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસી ભારતના પ્રવાસે છે. શનિવારે વહેલી સવારે મેસી કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં તેમના પ્રશંસકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. ફૂટબોલના દિગ્ગજ ખેલાડી મેસીના ભારતમાં આવવાથી તેમના પ્રશંસકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા. મેસી વહેલી સવારે 3.23 વાગ્યે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા અને ટર્મિનલમાંથી બહાર […]

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ: સવારે ઠંડી, બપોરે ગરમી!

અમદાવાદ: ગુજરાતના નાગરિકોએ હાલ શિયાળાની ઋતુમાં બેવડી ઋતુનો અનુભવ સહન કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધશે. તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. […]

ભારતે ચક્રવાતથી પ્રભાવિત શ્રીલંકાને તકનીકી મદદ અને તબીબી સહાય મોકલી

નવી દિલ્હીઃ ભારતે ચક્રવાત દિત્વા પછી શ્રીલંકાને વ્યાપક માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે, જેણે સમગ્ર ટાપુ રાષ્ટ્રમાં વ્યાપક વિનાશ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને ખોરવી નાખી હતી. ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અનુસાર, ભારતીય સેનાના એન્જિનિયર ટાસ્ક ફોર્સ (ETF) – જેમાં 48 વિશેષ કર્મચારીઓનો સમાવેશ થાય છે -તેમને શ્રીલંકા એરલિફ્ટ કરવામાં […]

ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ 1.03 અબજ વધીને 687.26 અબજ ડોલર થયું

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ જણાવ્યું કે ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ (ફોરેક્સ રિઝર્વ) 5 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 1.03 અબજ ડોલર વધીને 687.26 અબજ ડોલર થઈ ગયું છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, આ સપ્તાહમાં સોનાનું ભંડોળ (ગોલ્ડ રિઝર્વ) પણ 1.188 અબજ ડોલર વધીને 106.984 અબજ ડોલર પર પહોંચી ગયું છે. વળી, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ […]

સંસદ હુમલાની 24મી વરસી: PM મોદી, રાહુલ ગાંધી, અમિત શાહ સહિતના નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે સંસદ ભવન પર થયેલા આતંકી હુમલાની 24મી વરસી છે. દેશ આજે 2001ના એ વીર સપૂતોને યાદ કરી રહ્યો છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code