અમદાવાદના નિકોલમાં ડ્રેનેજના પ્રશ્ને મ્યુનિ.કચેરી સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

નિકોલમાં ગટરના પાણી સરોવરની જેમ રોડ પર ભરાયા છે સ્થાનિક લોકોની રજુઆતો છતાંયે કોઈ પગલાં લેવાયા નથી પૂર્વની મ્યુનિ.કચેરીએ કોંગ્રેસના વિરોધ કાર્યક્રમમાં સ્થાનિક લોકો પણ જોડાયા અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરની સમસ્યા માથાના દુખાવારૂપ બની છે. ગટરના પાણી રોડ પર ભરાયા છે. તેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. […]

ગુજરાતમાં કાલથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા, બે દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થશે

રાજયનાં સાત શહેરોમાં 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન સુરેન્દ્રનગરમાં 44 અને અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટ જિલ્લામાં વહેલી સવારે ધૂમ્મસ અને ઝાકળ જોવા મળ્યું અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય તાપમાનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, આજે કચ્છ અને બનાસકાંઠામાં ગરમીનું મોજુ ફરી વળ્યુ હતું. આજે પણ રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40થી 43 ડિગ્રી રહ્યો […]

ભારતની નિકાસમાં વર્ષ 2024-25 માં 5.5 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશની નિકાસમાં વર્ષ 2024-25 દરમિયાન 5.5 ટકાનો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં, ભારતની કુલ માલ અને સેવાઓની નિકાસ 820.93 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચી છે, જે પાછલા નાણાકીય વર્ષમાં 778.13 અબજ ડોલર હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડેલા સંકલિત આંકડા મુજબ, દેશની કુલ નિકાસ 820.93 અબજ ડોલર જ્યારે […]

ભારત આધુનિક દરિયાઈ ક્રાન્તિ તરફ વધી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારપૂર્વક જણાવ્યું કે, બંદરો અને પરિવહનના વિવિધ સંશાધનોના વિકાસ અને મૈત્રી જેવા ડિજિટલ મંચની સાથે ભારત આધુનિક દરિયાઈ ક્રાન્તિ તરફ વધી રહ્યું છે. નવી દિલ્હીમાં ગઈકાલે ભારત-મધ્ય, પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર- I.M.E.C. સંમેલન 2025માં સોનોવાલે કહ્યું, ભારત-મધ્ય, પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર વૈશ્વિક સંપર્ક મામલે બાજી […]

અમદાવાદઃ શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ 800 કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની મંજૂરી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે રૂ. 247.35 કરોડના કામો મંજૂર કરવા સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ આપી હતી. રાજ્ય સરકારના સાહસ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 188.9 કિલો મીટર લંબાઈના વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, […]

ગુજરાતમાં ભર ઉનાળે 92 જળાશયોમાં માત્ર 30 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

ચોમાસાના આગમનને હજુ અઢી મહિના બાકી છે, ત્યારે પાણીની સમસ્યા વિકટ બનશે ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં 13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 37 ટકા પાણી બચ્યું છે અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. અમે તમામ જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. પણ ઉનાળાની અસહ્ય ગરમીને લીધે જળાશયોમાં પાણીમાં ઘટાડો થયો છે. […]

ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાશે

હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં 18 મહિનાનું રેકોર્ડિંગ સાચવવું પડશે સીસીટીવીમાં પોલીસ સ્ટેશનનો ખણેખૂણો આવરી લેવો પડશે   અમદાવાદઃ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.જોકે અમદાવા સહિત મહાનગરોના પોલીસ સ્ટેશનમાં મહિનાઓ પહેલા જ સીસીટીવી લગાવી દેવાયા છે. પણ પોલીસે સ્ટેશનના ખૂણેખણાનો વિસ્તાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code