ગિફ્ટ સિટી ભારતના ઉડ્ડયન ક્ષેત્રને સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લીઝિંગ હબ વિકસાવવા માટે વધુ આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા, જોડાણ આપશે: નાગરિક ઉડ્ડયન મંત્રી

ગાંધીનગરઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઇ) સાથે સંયુક્તપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ)ના સાથસહકારથી ગુજરાતના ગાંધીનગરમાં બીજી “ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ”નું આયોજન કર્યું હતું. ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામ મોહન નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું […]

ભારતને રશિયા પાસેથી T-72 ટેન્ક માટે એન્જિન મળશે

નવી દિલ્હીઃ ભારતીય સેનાના T-72 ટેન્ક હવે વધુ શક્તિશાળી બનવા જઈ રહ્યા છે. તેમના એન્જિન વધુ શક્તિશાળી બનાવવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે રશિયાની રોસોબોરોનેક્સપોર્ટ સાથે $248 મિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ હેઠળ, ભારતીય સેનાના હાલના T-72 ટેન્કોમાં નવા 1000 HP એન્જિન સ્થાપિત કરવામાં આવશે. T-72 ટેન્ક ભારતીય સેનાના મુખ્ય યુદ્ધ ટેન્ક કાફલાનો એક […]

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનો પ્રારંભ

અમદાવાદઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (એસવીપીઆઈ) એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું, જે સમગ્ર દેશમાં એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. ટર્મિનલ 1ના ચેક-ઇન હોલમાં સ્થિત આ નવા કાફેમાં મુસાફરોને 20 રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા મળશે. ઉડાન યાત્રી કાફેનો હેતુ […]

ગુજરાતઃ હોળી પર્વને લઈને એસટી નિગમ દ્વારા વધારાની 1200 બસ દોડાવાશે

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક […]

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે

ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે વહેલી સવારથી રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવન […]

નવસારીમાં કાલે વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસ સંભાળશે

લખપતિ દીદી કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ ઉમટી પડશે કાલે વિશ્વ મહિલા દિન હોવાથી તમામ જવાબદારી મહિલાઓને શીરે 3000 મહિલા પોલીસનો જડબેસલાક બંદોબસ્ત નવસારીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. અને આવતી કાલે વિશ્વ મહિલા દિન નિમિત્તે નવસારીમાં યોજાનારા લખપતિ દીદી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ […]

આતિશીએ સીએમ રેખા ગુપ્તાને પત્ર લખીને પીએમ મોદીએ આપેલા વચનની યાદ અપાવી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને કાલકાજીના ધારાસભ્ય આતિશીએ ફરી એકવાર મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીમાં મહિલા સમૃદ્ધિ યોજના અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આતિશીએ પત્રમાં લખ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે મહિલા દિવસ પર દિલ્હીની મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા જમા કરવામાં આવશે. હવે મહિલા દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code