અમદાવાદમાં ખારીકટ કેનાલની ફેઝ-2ની કામગીરી માટે રૂ.1003 કરોડ મંજુર કરતા મુખ્યમંત્રી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપી મંજૂરી ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં 80 ટકા કામગીરી પૂર્ણ ફેઝ-1 માટે ફાળવાયેલા 1338 કરોડ રૂપિયામાંથી રૂ. 700કરોડથી વધુનો ખર્ચ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2ની કામગીરી માટે અંદાજે 1003 કરોડ રૂપિયાના કામો મંજૂરી આપી છે. આ ફેઝ-2 અંતર્ગત સ્ટ્રેચ-1માં એસ.પી. રીંગ રોડથી […]

ગુજરાતમાં અ’ વર્ગની 21 અને બ’ વર્ગની 22 મળી કુલ 69 નગરપાલિકાઓ અપગ્રેડ

7 જિલ્લા મથકો,  4 યાત્રાધામો અને વડનગરનો અ-વર્ગની પાલિકામાં સમાવેશ નગરપાલિકાઓને વિકાસ કામો માટે કુલ રૂ. 46.75 કરોડની વધુ ગ્રાન્ટ મળશે શહેરીકરણના વધતા વ્યાપ લઈ મુખ્યમંત્રીએ કર્યો નિર્ણય ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના […]

અમદાવાદમાં તાપમાનમાં વધારો થતાં મ્યુનિએ બનાવ્યો હીટ એક્શન પ્લાન

અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી, ચારરસ્તા પર ગ્રીન નેટ બંધાશે બપોરે 11 થી 5 દરમ્યાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. અને હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે તાપમાનથી […]

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ: 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ શરૂ, આજે રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, રાજકોટ, સુરત અને ડાંગમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર તો અમદાવાદ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી આપવામાં આવી. ઉનાળાની શરૂઆતમાં જ ત્રણ દિવસ સુધી રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરત જિલ્લામાં ગરમીનું […]

ભારતમાં હાઈડ્રોજનથી ચાલતા હેવી-ડ્યુટી ટ્રકોની ટ્રાયલ શરૂ થઈ

ટાટા મોટર્સે ભારતમાં પહેલીવાર હાઇડ્રોજનથી ચાલતા હેવી-ડ્યુટી ટ્રકના ટ્રાયલ શરૂ કર્યા છે. આ ઐતિહાસિક પગલું લાંબા અંતરના કાર્ગો પરિવહનને વધુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ ટ્રાયલને કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે બોલતા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “હાઇડ્રોજન […]

ગુજરાતમાં તાપમાનમાં થયો વધારો, રાજકોટમાં ગરમીનો પારો 41 ડિગ્રી વટાવી ગયો

બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી સુરેન્દ્રનગરમાં 41 અને ભૂજ અને અમરેલીમાં પણ 40 ડિગ્રી તાપમાન આ વર્ષે ગરમી રેકર્ડ તોડે તેવી શક્યતા અમદાવાદઃ ઉનાળાના પ્રારંભ સાથે તાપમાનમાં વધારો થયો છે. રાજકોટ, સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. જ્યારે ભૂજ અને અમરેલી સહિત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. […]

અમદાવાદમાં રિક્ષા યુનિયનની અપીલ બાદ 800 રિક્ષાચાલકોએ યુનિફોર્મ પહેર્યા

ચોરગેન્ગને લીધે રિક્ષાચાલકોની છબી ખરડાતી અટકાવવા યુનિફોર્મની ઝૂંબેશ, રિક્ષાચાલકોની અલગ ઓળખ ઊભી કરવાના પ્રયાસો રિક્ષાચાલકોને વિના મૂલ્યે કરાતુ યુનિફોર્મનું વિતરણ અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં પ્રવાસીઓને લૂંટના બનાવો વધતા જાય છે. લૂંટારૂ ગેન્ગ દ્વારા રિક્ષાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેના લીધે રિક્ષાચાલકો બદનામ થઈ રહ્યા છે. ત્યારે રિક્ષા યુનિયને જ રિક્ષાચાલકોની ખરડાતી છબીને અટકાવવા માટે તમામ રિક્ષાચાલકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code