પહેલવાન સુશીલ કુમાર અલગ-અલગ નંબરો મારફતે નજીકના લોકોમાં હતો સંપર્કમાં
દિલ્હીઃ ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારનું એક હત્યામાં નામ સામે આવતા પોલીસે તેમની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતા. બીજી તરફ પહેલવાન સુશીલકુમારે પોતાની સંભવિત ધરપકડ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે, અદાલતે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. દરમિયાન આજે દિલ્હી પોલીસે સુશીલ કુમાર સહિત બે વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. પહેલવાન સુસીલકુમાર અલગ અલગ નંબરોથી પોતોના નજીકના લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હત્યા કેસમાં સુશીલકુમારનું સામે આવતા દિલ્હી પોલીસે તેમની ધરપકડ માટે વિવિધ રાજ્યો સુધી તપાસ લંબાવી હતી. પોલીસે પંજબના બટીંડા, મોહાલી સહિતના ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. દિલ્હીમાં પણ ઘણા સ્થળોપર પોલીસે દરોડા પાડ્યા હતા. જો કે, પોલીસને સફળતા મળી ન હતી. બીજી તરફ સુશીલકુમારે પોતાની સંભવિત ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન કરી હતી. જેની સુનાવણી બાદ અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. દિલ્હી પોલીસે તેના પર એક લાખ અને સહયોગી અજય પર પચાસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. દરમિયાન પોલીસે સુશીલ કુમાર અને તેમના સહયોગીને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. પોલીસે બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમજ પોલીસ તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.