Site icon Revoi.in

કુસ્તીબાજો ઓલેમ્પિકમાં જીતેલા મેડલ આજે સાંજે હરિદ્વાર ગંગામાં વહાવશે, ઈન્ડિયા ગેટ પર કરશે ઘરણા

Social Share

દિલ્હીઃ- દેશમાં છેલ્લા ઘણા સમયથી કુસ્તીબાજો દ્રારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે હવે તેમણે ઈન્ડિયા ગેટ પર ઘરણ ાકરવાની ચીમકી આપી છએ આ સાથે જ આંજે સાંજે તેઓ હરિદ્રાર પહોંચશે જ્યા ઓલમેપિકમાં જીતેલા મેડલો રમતવીરો ગંગામાં વહાવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કુસ્તીબાજ એવા વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક સહિત ઘણા ટોચના કુસ્તીબાજો ગંગામાં તેમના મેડલ વહાવા  જઈ રહ્યા છે. તમામ કુસ્તીબાજો હરિદ્વાર જવા રવાના થઈ ગયા છે. ત23 એપ્રિલના રોજ ટોચના કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે ફરી આંદોલન શરૂ કર્યું હતું.હવે આ આંદોલન ઘીરે ઘીરે ઉગ્ર બની રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે  બ્રિજ ભૂષણ પર એક સગીર સહિત અનેક મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીનો આરોપ  લગાવાયો છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરવાના હતા તે દિવસે નવી સંસદ ભવન પાસે મહિલા મહાપંચાયત બોલાવી હતી.

આ સાથે જ રવિવારે, કુસ્તીબાજોએ બેરિકેડ તોડીને જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ તેમની અને પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ. આ પછી કુસ્તીબાજોની અટકાયત કરીને દિલ્હીના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.ત્યારે હવે આજે તેઓ હરિદ્રાર માટે રવાના થયા છે.

ખેલાડીઓની ઉત્પીડનના વિરોધમાં આજે કુસ્તીબાજો હરિદ્વારમાં ગંગામાં મેડલ તરતા મૂકશે આ જાણકારી ખેલાડી બજરંગ પુનિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.બજરંગ પુનિયાએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. કુસ્તીબાજોએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા પત્રમાં કહ્યું છે કે મેડલ અમારો જીવન અને આત્મા છે, તે ગંગામાં ધોવાયા પછી અમારા માટે જીવવાનો કોઈ અર્થ રહેશે નહીં, તેથી અમે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસીશું.

જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘અમે આ મેડલ ગંગામાં વહેવડાવવા જઈ રહ્યા છીએ, કારણ કે તે માત્ર ગંગા મા છે… આપણે ગંગા માને જેટલા પવિત્ર માનીએ છીએ, તેટલી જ પવિત્રતાથી અમે સખત મહેનત કરીને આ મેડલ પ્રાપ્ત કર્યા છે. આ મેડલ આખા દેશ માટે પવિત્ર છે અને પવિત્ર મેડલ રાખવાનું યોગ્ય સ્થાન પવિત્ર માતા ગંગા જ હોઈ શકે છે.