Site icon Revoi.in

40 વર્ષની ઉંમરે ચહેરા પર કરચલી દેખાય છે? આ રીતે કરો તેને દૂર

Social Share

આજકાલના જીવનમાં હવે તો એવુ થઈ ગયુ છે કે જેટલી સમસ્યા આવે એટલી ઓછી. સમસ્યાઓ તો આવે છે અને તેના માટે કેટલાક ઉપાયો પણ હાજર હોય છે જ. આજકાલના લોકોમાં 40 વર્ષની ઉંમરે ચહેરા પર કરચલીઓ આવી જાય છે અને તેના કારણે ચહેરાની સુંદરતા ફીક્કી પડી જાય છે.

તો હવે આ પ્રકારની સમસ્યાનો આવી શકે છે અંત, પ્રદૂષણ, ખરાબ ડાયટ અને સ્કિનની કેર ન કરવાને કારણે આવું થાય છે. જેના માટે અમે તમને એક એવો ઉપાય જણાવીશું, જેને નિયમિત કરી લેવાથી તમારા ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે અને સ્કિન 40 કે 50ની ઉંમરમાં પણ એકદમ ટાઈટ દેખાશે.

આ માટે તમારે 1 ચમચી મુલ્તાની માટી, 1 ચમચી ગુલાબજળ અને અડધી ચમચી મધની જરૂર પડશે. આમ તો મોટાભાગના લોકોના ઘરમાં આ વસ્તુઓ હોય જ છે. સૌથી પહેલાં એક બાઉલ લઈને તેમાં મુલ્તાની માટી, ગુલાબજળ અને મધ મિક્સ કરી દો. પછી આ પેસ્ટ વધુ પાતળી થઈ જાય તો તેમાં થોડી મુલ્તાની માટી ઉમેરી દો. ત્યારબાદ આ પેસ્ટને 10-15 મિનિટ માટે એક બાજુ મૂકી દો.

સૌથી પહેલાં ચહેરો ફેસવોશથી વોશ કરી લો. પછી આ પેસ્ટ ચહેરા પર લગાવીને 2-3 મિનિટ હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ આ પેસ્ટ 30 મિનિટ લગાવી રાખો. જો પેક અડધાં કલાક પછી ડ્રાય થઈ જાય તો તેના પર ગુલાબજળ લગાવો. પછી પાણીથી પેક ધોઈ લો. આ ઉપાય સપ્તાહમાં 2-3વાર કરો. જે લોકો ચહેરા પર કરચલીઓ વધી ગઈ હોય તેઓ રોજ પણ આ ઉપાય કરી શકે છે.

ચહેરા પરની કરચલીઓને દુર કરવા માટે કેટલીક વાતનું ધ્યાન રાખવું પડે છે જેમાં કોઈ પણ વ્યક્તિએ રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ સાથે સાથે સ્કિનને ટાઈટ કરવા માટે ફેસિયલ એક્સરસાઈઝ કરવી જોઈએ.

અઠવાડિયામાં 1-2 વાર સ્ક્રબ કરો અને ડાયટમાં ફળો, લીલાં શાકભાજી, ડ્રાઈ ફ્રૂટ્સ, બીન્સ જેવી હેલ્ધી વસ્તુઓ ખાવી પડે. અને મહત્વની વાત એ કે દારૂ, સિગરેટ, પાન મસાલા, ફાસ્ટ ફૂડ્સ, જંક ફૂડ્સ, કેફીન, કોલ્ડ ડ્રિંક્સનું સેવન ટાળો.