- નીની વયે ચહેરાને ખીલતો રાખવા સારી ઊંઘ લો
- ખોરાક પર રાખો પુરતુ ધ્યાન
નાની ઉમંરે કરચલી પડવી તે ચિંતા નો વિષય છે. જેને કારણે ઉંમર પહેલા ચહેરો વૃદ્ધ દેખાવા લાગે તો ચિંતા થાય છે.આવી સ્થિતિમાં તમે સ્કિન કેર રૂટીનમાં અમુક બાબતો સમયસર કરી શકો છો, જો તમે તેને સામેલ કરશો તો તમે આ બીમારીથી બચી શકશો.ખાસ કરીને નાની વયે જો કરચલીઓ પડતી હોય. તેનો મતલબ એ છે કે તમારો ખોરાક બરાબર નથી,તમે પુરતી ઊઁધ નથી લઈ રહ્યા અને થકાન વધુ અનુભવો છો,આ પહેલા તમારે તનમારી લાઈફ સ્ટાઈલ બદલવાની રહેશે.
વધતી ઉમંરે ત્વચાને નિખારવા માટે ઈંઘ સારા પ્રમાણમાં લેવી જોઈએ અનિદ્રાના કારણે તમારી ત્વચા પર કરચલીઓ પડવા લાગે છે એટલે પહેલા તો ઓછામાં ઓછી 8 કલાકની ઊંધ કરવાની આદત રાખો
આ સાથે જ આહારમાં વિટામિન સી વાળા ખોરાકનો સમાવેશ કરો, જેમ કે નારંગી, જામફળ, અનાનસ, ગૂસબેરી, લીંબુ, પપૈયું, લીચી વગેરે. તમારા આહારમાં વિટામિન એ અને રેટિનોલનો સમાવેશ કરો. આ વિટામિનને ફરીથી ભરવા માટે, સલાડમાં ગાજરનો સમાવેશ કરો. આ વિટામિન તમારી ત્વચાને માત્ર હાર્ડ જ નથી કરતું પરંતુ આંખો માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે.
યોગ્ય આહાર લેવાથી પણ ચહેરાની ચમક અને સુંદરતા જળવાઈ રહે છે, તેથી આજથી જ તમારા આહારમાં કોલેજન યુક્ત પદાર્થોનો સમાવેશ કરો. કોલેજન ચહેરાની ચમક અને ચમક જાળવવામાં મદદ કરે છે.