દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રથમ સત્રનું આયોજન સંપન્ન થઈ ગયું છે. હવે આ ટૂર્નામેન્ટના બીજા સત્રનો પ્રારંભ થશે. ન્યૂઝીલેન્ડના રૂપમાં દુનિયાને પ્રથમ ટેસ્ટ ચેમ્પિન મળી છે. હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓગસ્ટમાં શરૂ થનારી ટેસ્ટ સીરિઝથી બીજા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો આરંભ થશે. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટની સીરિઝ રમાશે. બીજી WTCમાં ઈંગ્લેન્ડમાં સૌથી વધારે 21 ટેસ્ટ મેચ રમશે. બીજી WTC ઓગસ્ટ 2021થી જૂન 2023 સુધી રમાશે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જેમાં WTCની પ્રત્યેક જીત પર 12 અંક મળશે. તેમજ ડ્રો ઉપર ચાર અંક મળશે. આ ઉપરાંત ટાઈ પર છ અંક મળશે. 2022માં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતનો પ્રવાસ કરશે. WTCમાં કોહલીની ટીમ માત્ર એક જ સીરિઝ રમશે. આઈસીસીએ અત્યાર સુધીના કાર્યક્રમ અને ફાઈનલનું સ્થળ નક્કી નથી કરાઈ. બીજી WTCમાં નવ ટેસ્ટ ટીમ રમશે. જેમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટઈન્ડિઝનો સમાવેશ થાય છે.
આઈસીસી ટેસ્ટ ક્રિકેટમાં લોકોની રૂચિ વધે તે માટે ટેસ્ટ ચેમ્પિયનશિયની શરૂઆત કરી છે. આ ઈવેન્ટના પ્રથમ સત્રને કોરોના મહામારીને કારણે અસર થઈ છે. ટૂર્નામેન્ટની વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાથે જોડાયેલા નિયમ પણ બદલ્યાં છે. જેમાં આઈસીસી ઉપર સવાલ ઉભા થયાં છે. નંબર એક ઉપર જે ટીમ હતી તે બીજા નંબર સરકી ગઈ છે. પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ભારતને પરાજનનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે.