સાઉથેમ્પટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિયની ફાઈનલ રમાશે. ધ રોઝ બાઉલમાં મુખ્ય ક્યુરેટર સાઈમન લીએ કહ્યું હતું કે, આ ફાઈનલ માટે ફાસ્ટ અને ઉછાળયુક્ત પીચ તૈયાર કરી રહ્યાં છે. જે મેચ આગળ વધવાની સાથે સ્પિનરોને પણ મદદ કરશે.
સાઈમન લીએ જણાવ્યું હતું કે, આ ટેસ્ટ માટે પિચ તૈયાર કરવી સરળ નથી કેમ કે આ તટસ્થ સ્થળ છે. અમે આઈસીસીના નિર્દેશોનું પાલન કરીએ છીએ. પરંતુ અમે સારી પીચ તૈયાર કરવા માંગીએ છીએ. જેથી બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામે.
• મેચ દરમિયાન સારુ વાતાવરણ રહેવાની આગાહી
તેમણે કહ્યું હતું કે, મારી અંગત રીતે હું ફાસ્ટ અને ઉછાળવાળી પીચ તૈયાર કરવા માંગુ છું. જો કે, ઈંગ્લેન્ડમાં આવુ કરવું મુશ્કેલ બની શકે છે. અહીં લાંબો સમય વાતાવરણ સાથ નથી આપતું. જો કે, મેચ માટે હવામાન વિભાગની આગાહી રાહત આપે તેવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, બંને ટીમો પાસે સારા ફાસ્ટ બોલર છે જેથી હું પણ તેમનો પ્રભાવ જોવા માંગુ છું. ફાસ્ટ લાલ બોલ ક્રિકેટને રોમાંચક બનાવે છે. હું ક્રિકેટ પ્રશંસક છું અને હું એવી પીચ તૈયાર માગું છે, જેમાં ક્રિકેટ પ્રેમીઓ દરેક બોલની મજા માણી શકે. એ જોરદાર બેટીંગ હોય કે બોલીંગનો સ્પેલ.
ભારતનું સ્પિન આક્રમણ સારુ છે તેમની પાસે અશ્વિન અને રવિન્દ્ર જાડેજા છે. મેચ જેમ જેમ આગળ વધશે તેમ તેમ સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે.