દિલ્હીઃ ભારતીય બોલરોએ જરૂરિયતના સમયે વિલિયમ્સન (52) અને રોસ ટેલર (47)ની દ્રઢ મનોદશાની દિવાલ ન તોડી શક્યાં અને ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને આઠ વિકેટથી હરાવીને પ્રથમ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની સર્વજેતા ટ્રાફી જીતીને ઈતિહાસ રચ્યો છે.
ધ રોઝ બાઉલમાં વરસાદના કારણે ટેસ્ટ મેચને રિઝર્વ ડે સુધી ખેંચવામાં આવી હતી. આ મુકાબલામાં ભારતીય ટીમ બીજી પારીમાં બીજા સત્રમાં 170 રન જ બનાવી શકી હતી. ત્યારે એવી શકયતાઓ જોવાતી હતી કે, 58 ઓવરમાં માત્ર 139 રન બનાવવા ન્યૂઝીલેન્ડને કોઈ મુશ્કેલી નહીં થાય, જો કે, અંતમાં એ જ થયું અને વિલિયમ્સન અને ટેલર વચ્ચે 96 રનની ભાગીદારીથી કીવીએ માત્ર 45.6 ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને ફાઈનલ જીતી લીધી હતી.
ભારતીય ઓફ સ્પિનર આર.અશ્વિને બે વિકટ મેળવીને જીતની આશા બનાવી હતી. જો કે, વિલિયમ્સન અને ટેલરે સમજદારીથી બેટીંગ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. વિરાટ એન્ડ કંપની સાથે કરોડો ભારતીયો ટીમ ઈન્ડિયાના પરાજયથી નિરાશ થયા હતા. વિલિયમ્સનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ફાઈનલ જીતનારી ન્યૂઝીલેન્ડની ટીમેને 16 લાખ યુએસ ડોલર (રૂ. 12 કરોડ) અને ભારતીય ટીમને છ કરોડ રૂપિયા મળ્યાં હતા. ભારતીય ટીમે ફાઈનલમાં 217 અને 170 રન બનાવ્યાં હતા. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે 249 અને 140 રન બનાવીને ફાઈનલમાં જીત મેળવી હતી. ભારતની બીજી ઈનીંગ્સમાં મોટાભાગના ખેલાડીઓ મોટો સ્કોર બનાવમાં નિષ્ફળ રહ્યાં હતા. ઋષભ પંથે સૌથી વધારે 41 રન બનાવ્યાં હતા.