Site icon Revoi.in

વુહાનની જે લેબમાંથી કોરોના વાયરસની થઈ હતી ઉત્પત્તિ તે લેબને ચીને એવોર્ડ માટે નામાકિંત કરી

Social Share

 

દિલ્હીઃ-સકોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો  છે, લાખો લોકોનો જીવ લેનારા આ વાયરસની ઉત્પત્તિ ચીનના વુહાન લેબથી થઈ હતી. પ્રથમ કેસ પણ વુહાનમાં જોવા મળ્યો હતો. ત્યારે હવે આશ્ચર્યજનક વાત એ છે કે આ વિવાદિત લેબને ચીન દ્વારા એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે.કોવિડ -19 પર ઉત્તમ સંશોધન કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો માટે તેને ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા વુહાનમાં આ વિવાદિત લેબને નામાકિંત કરાઈ છે.

અનેક રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે,ચાઇનાની એકેડેમી ઓફ સાયન્સિ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, આ લેબ દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ સંશોધનને લીધે, તે કોરોના વાયરસની ઉતપત્તિ અને તેના રોગજનક પદ્ધતિને સમજવામાં મદદ મળી છે.

જેના પરિણામે, કોરોના વાયરસ સામે દવાઓ અને રસી બનાવવાનો માર્ગ મોકળો થયો હતો. તે જ સમયે, વુહાન લેબ દ્વારા રોગચાળાના ફેલાવાને રોકવા અને અટકાવવા મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને તકનીકી સહાય આપવામાં આવી હતી. એકેડેમી અનુસાર, વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધન દ્વારા કોરોના વાયરસની મહામારીને રોકવા અને કોરોના રસી બનાવવા માટે અભૂતપૂર્વ યોગદાન આપવામાં આવ્યું છે.ત્યારે હવે કોરોના મહામારીમાં આ લેબ યોગદાન સાબિત થઈ હોવાના દાવા સાથે અને ઉપક દર્શાવેલા કારણો સર ચીનના વૂહાનની આ લેબને એવોર્ડ માટે નામાકિંત કરવામાં આવી છે