Site icon Revoi.in

X બે નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન લૉન્ચ કર્યા, જાણો શું મળશે નવી સુવિઘાઓ અને મહિને કેટલો ચૂકવવો પડશે ચાર્જ

Social Share

દિલ્હીઃ- ટેવિટર કે જે વહે યએક્સ તરીકે ઓળખાય છે એલન મસ્કના એક્સ ખરિદ્યા બાદ અનેક નવા ફેરફારો કર્યા છે ત્યારે હવે એક્સ દ્રારા નવા સબ્સક્રિપ્શન પણ લોંચ કરવામાં આવ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ બે નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન લૉન્ચ કર્યા છે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં, એલોન મસ્કે ઘણા મોટા નિર્ણયો લીધા છે. અગાઉ બ્લુ ટિક માટે ચાર્જ હતો અને કેટલાક દેશોમાં એક્સ એક્સેસ કરવા માટે ચાર્જ લગાવવામાં આવ્યો હતો. હવે યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે.

પ્રથમ સબ્સ્ક્રિપ્શન મોડલ પ્રીમિયમ+ ટાયર છે, જેની કિંમત US$16 છે. આ મોડેલ હેઠળ, જાહેરાતો વપરાશકર્તાને બતાવવામાં આવશે નહીં. આ સિવાય યુઝરને રિપ્લાય બૂસ્ટ પણ મળશે

 X પ્રીમિયમ પ્લસ ટાયર પ્લાનની કિંમત 16 ડોલર પ્રતિ માસ (અંદાજે રૂ. 1334.62) છે. એડ-ફ્રી અનુભવ ઉપરાંત, આ પ્લાન સાથે તમને રિપ્લાય બૂસ્ટ ફીચરનો લાભ પણ આપવામાં આવશે. આ પ્લાન આવકની વહેંચણી અને અન્ય સર્જક સાધનો સાથે આવે છે. પ્રીમિયમ ટાયર પ્લાન સાથે, તમને પોસ્ટ્સ એડિટ કરવા, લાંબી પોસ્ટ લખવા, લાંબા વીડિયો અપલોડ કરવા, ટેક્સ્ટ ફોર્મેટિંગ, હાઇલાઇટ પોસ્ટ્સ, બુકમાર્ક ફોલ્ડર્સ, કસ્ટમ નેવિગેશન, SMS ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જેવી સુવિધાઓ મળશે.

આ સહીત તે જ સમયે, બીજા સબસ્ક્રિપ્શન મોડલનું નામ બેઝિક છે, જેની કિંમત ત્રણ યુએસ ડોલર છે. આ અંતર્ગત યુઝરને બ્લુ ટિક નહીં મળે. જો કે અન્ય સુવિધાઓ આપવામાં આવશે. જેમ કે લાંબી પોસ્ટ લખવી, પોસ્ટને સંપાદિત કરવી અને ટૂંકા જવાબમાં વધારો કરવો.

બેઝિક ટિયર પ્લાનની કિંમત દર મહિને 3 ડૉલર (લગભગ રૂ. 250.24) છે પરંતુ અહીં એક વાત એ પણ છે કે આ પ્લાન જાહેરાત-મુક્ત નથી પરંતુ આ પ્લાનમાં કેટલીક મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ હશે જેમ કે પોસ્ટને સંપાદિત કરવું, લાંબા લખાણો અને સુવિધાઓ. જેમ કે વીડિયો પોસ્ટ કરવા અને શોર્ટ રિપ્લાય બૂસ્ટનો લાભ આપવામાં આવશે.