- શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા
- ફરી સત્તા સંભઆળશે શી જીનપિંગ
દિલ્હીઃ- ચીનની સત્તામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ ગરમાયું હતુ ત્યારે હવે છેવટે શી જિનપિંગ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને સ્થાપક માઓ ઝેડોંગ પછીના સૌથી પ્રભાવશાળી રાષ્ટ્રીય નેતા તરીકે તેમનું સ્થાન મજબૂત કર્યું હતું.
કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના કૉંગ્રેસના 20મા સત્રની સમાપ્તિ પછી જ શી જિનપિંગ ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા છે. અપેક્ષા મુજબ તેઓ સતત ત્રીજી વખત પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા છે. ચીનમાં, આ પદ માટે ચૂંટાયેલા નેતા દેશના રાષ્ટ્રપતિ છે અને પીપલ્સ લિબરેશન આર્મીના કમાન્ડર પણ છે.
જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ પાર્ટીનો ત્રણ દાયકા જૂનો શાસન પણ તૂટી ગયો છે.ખરેખરમાં ચીનમાં 1980 પછી સર્વોચ્ચ પદ પર 10 વર્ષના કાર્યકાળનો નિયમ બનાવવામાં આવ્યો હતો. જો કે, જિનપિંગને વધુ પાંચ વર્ષ સત્તામાં રાખવા માટે આ નિયમને બાજુ પર રાખવામાં આવ્યો હતો.
AFPએ ચીની મીડિયાને ટાંકીને કહ્યું કે શી જિનપિંગ સફળતાપૂર્વક ત્રીજી વખત સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે. તેમણે રવિવારે ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પાર્ટીની સપ્તાહ-લાંબી 20મી નેશનલ કોંગ્રેસમાં કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું. આ પ્રસંગે શી જિનપિંગે કહ્યું કે, તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું આખી પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું.