નવી દિલ્હી: ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારતની ખૂબ પ્રશંસા કરી છે. એક આર્ટિકલમાં તેણે ભારતને શક્તિ પણ માન્યું છે અને પીએમ મોદીના નેતૃત્વના પણ મ્હોંફાટ વખાણ કર્યા છે. આર્ટિકલમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભારત હવે રણનીતિક રીતે વધુ વિશ્વાસથી ભરેલું દેખાય છે. તે વિકાસ પ્રત્યે વધારે સક્રિય થઈ ચુક્યું છે.
ગ્લોબલ ટાઈમ્સના આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે ભારત પોતાના એક્સપોર્ટ પર વધારે ભાર આપી રહ્યું છે. તેનો ભારતવાળો નરેટિવ વધુ ઉભરીને સામે આવી રહ્યો છે. જે વધારે આત્મવિશ્વાસથી ભરેલો લાગી રહ્યો છે. આર્ટિકલમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે ભારત હવે કોઈપણ કિંમતે ગુલામીવાળી માનસિકતાથી મુક્ત થવા ચાહે છે, તે આખી દુનિયાનું મેન્ટર બનવા ચાહેછે. પછી તે રાજકીય રીતે હોય કે પછી સાંસ્કૃતિક રીતે. જાણકારી માટે જણાવી દઈએ કે આ લેખ ફુડન યૂનિવર્સિટીના સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝના નિદેશક ઝાંગ જિયાડોંગે લખ્યો હતો.
હવે આમ તો ભારતની વધતી શક્તિના વખાણ ઘણાં પ્રસંગો પર થયા છે. પરંતુ ચીન તરફથી આવું થવું હેરાન કરનારું છે. ચીનની સાથે ગત કેટલાક વર્ષોથી ભારતના સંબંધ તણાવપૂર્ણ છે. સીમા પર પણ સ્થિતિ તણાવપૂર્ણ રહી છે. આ દરમિયાન જો ચીનની સરકારના સૌથી મોટા મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સ દ્વારા પીએમ મોદીના વખાણ કરવામાં આવે છે, તો આખી દુનિયા માટે તેનો મતલબ વધી જાય છે.
આમ પણ પ્રશંસા એ વખતની કરવામાં આવી છે, જ્યારે ચીન આખી દુનિયાના નિશાને છે. હકીકતમાં એવી અટકળો ચાલે છે કે ચીન કંઈક ખતરનાક તૈયારી કરી રહ્યું છે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં લોપ નૂર નામનું સ્થાન છે. આ સ્થાન પર 1964માં સૌથી પહેલા પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે દાવો કરાયો છે કે આ વિસ્તારમાં ફરીથી આવી ગતિવિધિઓ જોવા મળી છે. તેનાથી આશંકા આકાર લઈ રહી છે કે શી જિનપિંગ કોઈ મોટી રણનીતિ પર કામ કરી રહ્યા છે. જે તસવીરો સામે આવી છે, તેમાં ઘણાં સ્થાનો પર વર્ટિકલ ડ્રિલિંગ જોવા મળ્યું હતું. એટલે કે ઊંડા ખાડાનું ખોદકામ જોવા મળ્યું છે.જાણકારી મળી રહી છે કે નવા પ્રકારના પરમાણુ હથિયાર તૈયાર કરવા માટે ચીન ગુપચુપ રીતે તેને અંજામ આપી રહ્યું છે.