રાજકોટથી શરુ થનારી ઉજ્જૈન-વૈષણદેવીની યાત્રા બની સુવિધાઓથી સજ્જઃ IRCTC એ જાહેર કર્યું ખાસ પેકેજ, જેમાં રહેવા-જમવાની સુવિધા ફ્રી
- ઉજ્જૈનથી વૈષણવદેવીની સુવિધા સજ્જ યાત્રા
- રેલ્વે તરફથી રહેવા જમવાની ફ્રીમામ સગવડ
- આઠ રાત્રી અને નવ દિવસનું IRCTCનું પેકેજ
ઉજ્જૈનઃ- ભારતીય રેલ્વેએ કોરોના કાળમાં દેશના લોકોની ઘણી મદદ કરી, આ સાથે જ તેઓ યાત્રીઓની સુવિધાને લઈને અવનવી યોજનાઓ પણ લાવે થે, તેઓની પ્રાથમિકતા યાત્રીઓને યાત્રા સરળ અને સહજ બનાવાની છે ત્યારે હવે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનએ તહેવારોની ભીડને રોકી લેવા માટે ખાસ ઉત્તર દર્શન પ્રવાસ પેકેજની જાહેરાત કરી છે.
રેલ્વે દ્રારા જારી કરવામાં આવેલા આ પેકેજમાં આઠ રાત અને નવ દિવસની યાત્રાનો સમાવેશ કરાયો છે, જે 31 ઓક્ટોબરથી શરૂ થશે. આ યાત્રા ગુજરાતના રાજકોટથી શરૂ થશે અને અમૃતસર (પંજાબ), હરિદ્વાર અને ઋષિકેશ (ઉત્તરાખંડ), મથુરા (ઉત્તરાખંડ), વૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર) અને ઉજ્જૈન (મધ્યપ્રદેશ)ને આવરી લેશે.
IRCTCએ તેની વેબસાઈટ પર પેકેજની વિગતો પોસ્ટ કરી છે જેમાં તેમના દ્રારા કહેવામાં આવ્યું છે કે મુસાફરો રાજકોટ, સુરેન્દ્ર નગર, વિરમગામ, મહેસાણા, કલોલ, સાબરમતી, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ અને નાગદા સ્ટેશનથી ટ્રેનમાં ચઢી શકે છે અને ડિ બોર્ડ કરી શકે છે.
ટિકિટિંગ અને ટૂર એજન્સીએ વર્ણનમાં વધુમાં જણાવ્યું છે કે આ સૌથી વધુ સસ્તું તમામ સમાવિષ્ટ ટૂર પેકેજોમાંનું એક પેકેજ છે.જે ટિકિટ સ્લીપર અને થર્ડ એસી કેટેગરીમાં ઉપલબ્ધ છે.
જાણો આ ખાસ પેકેજનું કેટલું છે ભાડું – કઈ રીતે કરાવી શકો છો બૂક
IRCTC વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે, સ્લીપર ક્લાસનું ભાડું વ્યક્તિ દીઠ ₹8,505 છે, જ્યારે થર્ડ ACનું ભાડું વ્યક્તિ દીઠ ₹14,175 છે. IRCTCએ જણાવ્યું હતું કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બુકિંગ મફત છે, પરંતુ 5 વર્ષથી વધુ વયના બાળકો પાસેથી પુખ્ત વયના ભાડા મુજબ ચાર્જ લેવામાં આવશે.પેકેજ માટેની ટિકિટ IRCTCની સત્તાવાર વેબસાઇટ irctctourism.com પર જઈને તમે બુક કરી શકાય છે.
જાણો શું સુવિધાઓ હશે આ પેકેજમાં
- હોટલ તથા ઘર્મશાળામાં પરાત્રી રોકાણની વ્યવસ્થા હશે
- સવારે ચા-નાસ્તો,બપોરનું ભોજન અને રાતનું ભોજન આપવામાં આવશે
- SIC ધોરણે નોન-AC રોડ ટ્રાન્સફર
- ટ્રેન પ્રવાસ પર એસ્કોર્ટ અને સુરક્ષા
- યાત્રા વિમા