- હવે યમુના એક્સપ્રેસ વે નું નામ બદલાશે
- હવે તેનું નામ અટલ બિહારી વાજપેયી વે કરાશે
- જેવર એરપોર્ટના ભૂમિ પૂજન કાર્યક્રમમાં પીએમ મોદી એની જાહેરાત કરે તેવી સંભાવના છે
દિલ્હીઃ યુપીની યોગી સરકાર ખાસ કરીને જિલ્લાના નામ બદલતી રહે છે ત્યારે હવે ધીરે ધીરે એક્સપ્રેસના નામ પણ બદલી રહી છે.
હવે એવી ધારણા કરાઇ રહી છે કે યમુના એક્સપ્રેસનું નામ બદલીને અટલ બિહારી વાજપેયી થઈ શકે છે. જેવર એરપોર્ટના ભૂમિ પૂજન કાર્યક્રમમાં પીએમ મોદી એની જાહેરાત કરે તેવી સંભાવના છે. સીએમ યોગી કાર્યક્ર્મ સ્થાનનું નિરીક્ષણ કરશે. બાદમાં અધિકારીઓની સમિક્ષા બેઠક કરશે.
આ એક્સ્પ્રેસ વેનું નામ બદલવા પાછળ રાજકારણ હોવાનું કહેવામા આવી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બ્રાહ્મણ સમાજ ભાજપથી નારાજ છે ત્યારે બ્રાહ્મણોને ખૂશ કરવા માટે એક્સપ્રેસના નામ અટલ બિહારીના નામથી રાખવાની તૈયારી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બસપા સુપ્રીમો માયાવતીના કાર્યકાળમાં નિર્માણ પામેલો આ યુપીનો પહેલો એક્સપ્રેસ વે હતો. આ 6 લેનનો 165 કિમી લાંબો માર્ગ છે. જે રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં ગ્રેટર નોયડાને ઉત્તર પ્રદેશમાં આગ્રા સાથે જોડે છે. આ એક્સપ્રેસ વે પર 14000 કરોડ રુપિયાથી વધારે ખર્ચ આવ્યો હતો.